ETV Bharat / state

ઉમરગામના માજી ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્ય સામે નોંધાવ્યો અનોખો વિરોધ - વલસાડ જિલ્લા

ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરના પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો લઈને આવેલા માજી ધારાસભ્ય શંકર વારલીના પ્રશ્નો અંગે યોગ્ય જવાબ નહીં મળતાં શંકર વારલીએ જમીન પર બેસી ગરબા ગાઈ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ઉમરગામના માજી ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્ય સામે નોંધાવ્યો અનોખો વિરોધ
author img

By

Published : Nov 8, 2019, 3:30 AM IST

ઉમરગામ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બનેલા અને હાલમાં માજી ધારાસભ્ય સાથે ભાજપના સક્રિય નેતા ગણાતા શંકર વારલીએ ગુરુવારે ઉમરગામ તાલુકા પંચાયતમાં હંગામો મચાવ્યો હતો. ઉમરગામ તાલુકામાં ગુરુવારે સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરે પંચાયતના પડતર પ્રશ્નો અંગે અરજદારોને સાંભળવાનો એક કાર્યક્રમ રાખ્યો હતો.

આ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં અન્ય અરજદારો સાથે માજી ધારાસભ્ય શંકર વારલી પણ પોતાના પડતર પ્રશ્નો લઈને આવ્યા હતા અને રાજ્યપ્રધાન સામે રજુઆત કરતા હતાં. ત્યારે પાટકરે તેમને પછી સાંભળું તેવું જણાવતા જ શંકર વારલીએ પોતાનો વિરોધ નોંધાવી જમીન પર બેસી ગરબાના ગીતો ગાઈને અનોખી નારાજગી વ્યક્ત કરી હતી. જેને જોઈને ઉપસ્થિત લોકોમાં રમુજનું પાત્ર બન્યા હતા.

ઉમરગામના માજી ધારાસભ્યએ વર્તમાન ધારાસભ્ય સામે નોંધાવ્યો અનોખો વિરોધ

જ્યારે આ અંગે રમણ પાટકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તે આ પ્રકારના હંગામા કરે છે એટલે જ પાર્ટીમાં તેને કોઈ મહત્વનું સ્થાન આપતું નથી. અવારનવાર તે આ પ્રકારે વર્તન કરી ફરી સાથે જ હોવાની વાતો કરે છે. ભાજપ વિશાળ પાર્ટી છે અને તેમના આ વર્તનની કોઈ નારાજગી પણ વ્યક્ત કરતી નથી.

સરપંચો અને અધિકારીઓની હાજરીમાં વન આદિજાતિ પ્રધાન રમણ પાટકર અને માજી ધારાસભ્ય શંકર વારલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં એક સમયે મામલો ગરમાયો હતો. જેને બાદમાં શાંત પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શંકર વારલી એક સમયના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. હાલ એમની ભાજપમાં આ હાલત થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Intro:લોકેશન :- વાપી
ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પંચાયતમા વન અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરના પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો લઈને આવેલા માજી ધારાસભ્ય શંકર વારલીના પ્રશ્નો અંગે યોગ્ય જવાબ નહીં મળતાં શંકર વારલીએ જમીન પર બેસી ગરબા ગાઈ અનોખો વિરોધ પ્રદર્શીત કર્યો હતો. 
Body:ઉમરગામ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ચૂંટાઈને ધારાસભ્ય બનેલા અને હાલમાં માજી ધારાસભ્ય સાથે ભાજપના સક્રિય નેતા ગણાતા શંકર વારલીએ ગુરુવારે ઉમરગામ તાલુકા પંચાયતમાં હંગામો મચાવ્યો હતો. ઉમરગામ તાલુકામાં ગુરુવારે સ્થાનિક ધારાસભ્ય અને આદિજાતિ વિકાસ રાજ્યપ્રધાન રમણ પાટકરે પંચાયતના પડતર પ્રશ્નો અંગે અરજદારોને સાંભળવાનો એક કાર્યક્રમ રાખ્યો હતો. 

આ પ્રશ્નોત્તરી કાર્યક્રમમાં અન્ય અરજદારો સાથે માજી ધારાસભ્ય શંકર વારલી પણ પોતાના પડતર પ્રશ્નો લઈને આવ્યા હતા. અને રાજ્યપ્રધાન સામે રજુઆત કરતા હતાં. ત્યારે પાટકરે તેમને પછી સાંભળું તેવું જણાવતા જ શંકર વારલીએ પોતાનો વિરોધ નોંધાવી જમીન પર બેસી ગરબાના ગીતો ગાઈને અનોખી નારાજગી વ્યક્ત કરી હતી. જેને જોઈને ઉપસ્થિત લોકોમાં રમુજનું પાત્ર બન્યા હતા. 

જ્યારે આ અંગે રમણ પાટકરે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તે આ પ્રકારના હંગામા કરે છે એટલે જ પાર્ટીમાં તેને કોઈ મહત્વનું સ્થાન આપતું નથી. અવારનવાર તે આ પ્રકારે વર્તન કરી ફરી સાથે જ હોવાની વાતો કરે છે. ભાજપ વિશાળ પાર્ટી છે. અને તેમના આ વર્તનની કોઈ નારાજગી પણ વ્યક્ત કરતી નથી.

Conclusion:સરપંચો અને અધિકારીઓની હાજરીમાં વન આદિજાતિ પ્રધાન રમણ પાટકર અને માજી ધારાસભ્ય શંકર વારલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા એક સમયે મામલો ગરમાયો હતો. જેને બાદમાં શાંત પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે શંકર વારલી એક સમયના કોંગ્રેસના ધારાસભ્ય હતા અને રાજીનામુ આપી ભાજપ માં જોડાયા હતા. હાલ એમની ભાજપમાં આ હાલત થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.