વાપી : GIDCની સુપ્રિત કેમિકલ કંપનીમાં (Suprit Chemicals Company)3 કામદારોના મોતશુક્રવારે બ્લાસ્ટ બાદ ભીષણ આગ (Fire breaks out in Vapi GIDC company) લાગી હતી. ફાયર વિભાગે મોડી રાતે સંપૂર્ણપણે કાબુમાં લીધા બાદ કુલિંગ પ્રક્રિયા પૂર્ણ કરી કંપનીમાં તપાસ હાથ ધરી હતી. સંચાલકોએ કંપની ગુમ થયેલ 3 કામદારોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં 3 કામદારોના (3 workers death) અર્ધ સળગેલા મૃતદેહ મળી આવ્યા હતાં. જે અંગે પોલીસે વિગતવાર નોંધ કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી પૂર્ણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગી હતી આગ : વાપી GIDC થર્ડે ફેસ સ્થિત સુપ્રિત કેમિકલ્સ કંપનીમાં (Suprit Chemicals Company) શુક્રવારે સવારે 6થી 7 વાગ્યા વચ્ચે અચાનક બ્લાસ્ટ થયા બાદ આગ (Fire breaks out in Vapi GIDC company) લાગતા કામદારોમાં અફરાતફરી મચી હતી. આગની જાણકારી ફાયર વિભાગને કરતા તાત્કાલિક સ્થળ ઉપર આવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જે મોડી રાત સુધી ચાલ્યા હતાં.
યુપી, બિહારના 3 કામદારો આગમાં થયું ભડથું :કંપનીમાં કામ કરતા 3 કામદાર ઘરે પહોંચ્યા ના હોવાની વિગતો મળી હતી. જેથી કંપનીમાં તપાસ કરતા કર્મચારી મોહમ્મદ અસલમ મોહમ્મદ વાહીદ (ઉવ.39 રહે.કોચરવા વિજયભાઇની ચાલીમાં મુળ યુપી), રાજુ લક્ષ્મણ પ્રસાદ પ્રજાપતિ (ઉ.વ.26 રહે.કરવડ અલ્પેશભાઇની ચાલીમાં મુળ MP) અને અનીલ ફોજદારી પ્રસાદ જયસ્વાલ (ઉ.વ.45 રહે.કોચરવા કોળીવાડ ગંગાભાઇની ચાલીમાં મુળ બિહાર) અર્ધ સળગેલા મૃતદેહો મળી આવતા અરેરાટી ફેલાઈ હતી.
કંપની મૃતક કામદારોને પરિવારને વળતર ચૂકવશે : ઘટના અંગે GIDC પોલીસે કંપનીમાંથી 3 કામદારોની અર્ધ સળગેલી હાલતમાં મળેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોલીસે શનિવારે તમામના મૃતદેહને ચલા CHC ખાતે લઇ આવી ત્યારે, મામલતદારની હાજરીમાં પોસ્ટમાર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. GIDC પોલીસે આ કેસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે કે કેમ તે અંગે સ્થળ મુલાકાત લેવા નોટીફાઇડ, DGVCL કંપનીને જાણ કરી છે. જ્યારે મૃતક 3 કામદારના કરુણ મોત બાદ તેમના પરિવારને વળતર ચૂકવી ઇન્શ્યુરન્સના રૂપિયા માટે કંપની મદદરૂપ થઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.