ETV Bharat / state

વાપીની PMC બેન્ક બહાર ખાતેદારોની ભીડ, બેન્ક બંધ થવાની ભીંતિએ લોકો પૈસા ઉપાડવા ઉમટ્યા - PMC બેન્ક ન્યૂઝ

વાપી: મુંબઈમાં પોતાનું હેડક્વોર્ટર ધરાવતી PMC (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ મલ્ટીસ્ટેટ) બેન્કની વાપીમાં આવેલી શાખા ખાતે મંગળવારે વહેલી સવારથી જ ખાતેદારોની ભીડ જામી હતી. ખાતેદારો ધોમધખતા તાપમાં પણ બેન્ક બહાર લાઇન લગાવી બેન્કના ખાતામાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. આ અંગે ખાતેદારોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો કે, બેન્કમાં સેલરી એકાઉન્ટ છે. જેમાં જેમતેમ કરીને બચત બચાવી છે. જ્યારે ઓફિસરે બેન્ક ડૂબી નથી અને તમામના પૈસા સલામત હોવાનું જણાવ્યું હતું.

Vapi
author img

By

Published : Oct 1, 2019, 11:45 PM IST

RBIના નિયંત્રણોને કારણે PMC બેન્કના ડિપોઝિટરોમાં ધમાચકડી મચી ગઈ છે. મુંબઈની અંધેરી પૂર્વ સ્થિત PMC બેન્કની શાખા સામે ગ્રાહકોની મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ રહી છે. તો તે સાથે વાપીમાં આવેલી શાખા ખાતે પણ છેલ્લા બે દિવસથી ભીડ જોવા મળી રહી છે. પોતાની ડિપોઝિટો બાબતે ખાતાધારકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

વાપીની PMC બેન્ક બહાર ખાતેદારોની ભીડ, બેન્ક બંધ થવાની ભીતીએ લોકો પૈસા ઉપાડવા ઉમટ્યા

PMC બેન્કની વાપીની શાખામાં 6 હજાર એકાઉન્ટ છે. જેમાં મોટાભાગના એકાઉન્ટ ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારોના છે. જ્યારે 100 એકાઉન્ટ બિઝનેસ ક્લાસના છે. જેમાંથી 20 એકાઉન્ટ હાલ ક્લોઝ થઈ ગયા છે. લોકો ગભરાઈને રોજેરોજ લાંબી કતારો લગાવી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. જેમાં કેટલાક FD તોડીને પણ પૈસા ઉપાડી રહ્યા છે.

RBIના નિયંત્રણોને કારણે PMC બેન્કના ડિપોઝિટરોમાં ધમાચકડી મચી ગઈ છે. મુંબઈની અંધેરી પૂર્વ સ્થિત PMC બેન્કની શાખા સામે ગ્રાહકોની મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ રહી છે. તો તે સાથે વાપીમાં આવેલી શાખા ખાતે પણ છેલ્લા બે દિવસથી ભીડ જોવા મળી રહી છે. પોતાની ડિપોઝિટો બાબતે ખાતાધારકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે.

વાપીની PMC બેન્ક બહાર ખાતેદારોની ભીડ, બેન્ક બંધ થવાની ભીતીએ લોકો પૈસા ઉપાડવા ઉમટ્યા

PMC બેન્કની વાપીની શાખામાં 6 હજાર એકાઉન્ટ છે. જેમાં મોટાભાગના એકાઉન્ટ ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારોના છે. જ્યારે 100 એકાઉન્ટ બિઝનેસ ક્લાસના છે. જેમાંથી 20 એકાઉન્ટ હાલ ક્લોઝ થઈ ગયા છે. લોકો ગભરાઈને રોજેરોજ લાંબી કતારો લગાવી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. જેમાં કેટલાક FD તોડીને પણ પૈસા ઉપાડી રહ્યા છે.

Intro:Story approved by desk

લોકેશન :- વાપી

વાપી :-મુંબઈમાં પોતાનું હેડક્વોર્ટર ધરાવતી PMC (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ મલ્ટીસ્ટેટ) બેન્કની વાપીમાં આવેલી શાખા ખાતે વહેલી સવારથી જ ખાતેદારોની ભીડ જામી છે. ખાતેદારો ધોમધખતા તાપમાં પણ બેન્ક બહાર લાઇન લગાવી બેંકના ખાતામાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. આ અંગે ખાતેદારોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો કે બેંકમાં સેલરી એકાઉન્ટ છે. જેમાં જેમતેમ કરીને બચત બચાવી છે. જ્યારે ઓફિસરે બેન્ક ડૂબી નથી અને તમામના પૈસા સલામત હોવાનું જણાવ્યું હતું.

Body:RBIનાં નિયંત્રણોને કારણે PMC બેંકના ડિપોઝિટરોમાં ધમાચકડી મચી ગઈ છે. મુંબઈની અંધેરી પૂર્વ સ્થિત PMC બેન્કની શાખા સામે ગ્રાહકોની મોટા પ્રમાણમાં ભીડ જમા થઈ રહી છે. તો તે સાથે વાપીમાં આવેલ શાખા ખાતે પણ છેલ્લા બે દિવસથી ભીડ જોવા મળી રહી છે. પોતાની ડિપોઝિટો બાબતે ખાતાધારકો ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. બેંકમાં પોતાના પૈસા ઉપાડવા આવેલ મનોજકુમાર સિંહ નામના ખાતેદારે જણાવ્યું હતું કે બેંકમાં કંપનીનું સેલેરી એકાઉન્ટ છે. 4 સભ્યોનો પરિવાર ધરાવીએ છીએ ત્યારે દર મહિને કરકસર કરી કેટલાક રૂપિયા બેન્કમાં જ સાચવવા રાખ્યા હતા. હવે બેન્ક પર RBI નું નિયંત્રણ આવી જતા મુસીબતમાં છીએ, સેલેરી એકાઉન્ટ તો બીજી બેંકમાં ખોલી લેશું પરંતુ, જે પૈસા પડ્યા છે તેનું શુ થશે? તે ક્યારે મળશે? તેની ચિંતા સતાવી રહી છે.

જ્યારે આ મામલે વાપી શાખાના બેન્ક ઓફિસર  હિરેન દેવધેકરે જણાવ્યું હતું કે, RBIએ PMC બેન્ક પર 35 એ અંતર્ગત લાદેલાં નિયંત્રણો છ મહિના માટે લાગુ રહેશે. વ્યવહારોમાં અનિયમિતતા જણાતાં આ નિયંત્રણો લાગુ કરાયા છે. પરંતુ તમામ ડિપોઝિટરો તેમજ ખાતાધારકોને ખાતરી આપું છુ કે છ મહિનાની મુદ્દતમાં અનિયમિતતા સુધારી લેવા તમામ પ્રયાસો કરાશે. તમામને સહકાર આપવા વિનંતી છે. આ મુશ્કેલ પરિસ્થિતિ દરમ્યાન જે રીતે RBI એ 1000થી 10000ની લિમિટ કરી છે તે જ રીતે વધુ લિમિટ પર કરી આપશે. બેન્ક સધ્ધર છે. બેન્ક ડૂબી નથી. અને બેન્ક તમામને પૈસા ચૂકવી શકે તેટલી સક્ષમ છે. બેન્કના અમુક વ્યવહારોમાં ગેરરીતિ જણાતાં આરબીઆઈએ આ કાર્યવાહી કરી છે. પરંતુ છ મહિનામાં બેન્કની સ્થિતિ સુધરી જશે.

PMC બેંકની વાપીની શાખામાં 6 હજાર એકાઉન્ટ છે. જેમાં મોટાભાગના એકાઉન્ટ ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કામદારોના  છે. જ્યારે 100 એકાઉન્ટ બિઝનેસ ક્લાસના છે. જેમાંથી 20 એકાઉન્ટ હાલ ક્લોઝ થઈ ગયા છે. અમે તમામને સમજાવીએ છીએ કે બેન્ક ડૂબી નથી. અને તમન્ના પૈસા સલામત છે. બસ બેન્ક પર ભરોસો અને વિશ્વાસ રાખો પંરતુ, તેમ છતાં લોકો ગભરાઈને રોજેરોજ લાંબી કતારો લગાવી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. જેમાં કેટલાક FD તોડીને પણ પૈસા ઉપાડી રહ્યા છે.

Conclusion:ગુજરાતમાં વાપીમાં એક અને સુરતમાં ચાર શાખા ધરાવતી PMC (પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ મલ્ટીસ્ટેટ) બેન્ક મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ગોવા, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં 137 શાખા ધરાવે છે. અને દેશની ટોચની 5 કો-ઓપરેટીવ બેન્ક પૈકી એક ગણાય છે. તેમ છતાં RBI એ લાદેલા નિયંત્રણ બાદ બેંકના ખાતેદારોમાં ગભરાટ નો માહોલ સર્જાયો છે. ત્યારે હવે આગામી દિવસોમાં RBI 10 હજારની મુદ્દત માં વધારો કરશે કે કેમ તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.

Bite :- મનોજકુમાર સિંગ, બેન્ક ખાતેદાર
Bite :- હિરેન દેવધર, બેન્ક ઓફિસર, pmc બેન્ક વાપી બ્રાન્ચ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.