વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન હાજરી પૂર્વમાં બેદકારી દાખવતી સ્કૂલોને નોટીસ પાઠવવામાં આવી છે. તમામ સ્કૂલો દ્વારા છેલ્લા ઘણા સમયથી હાજરી ઓનલાઇન ના આપવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવા કરવામાં આવી હતી. જેમાં અમુક સ્કૂલોમાં ઇન્ટરનેટ અને અન્ય ટેક્નિકલ ખામીઓ પણ સામે આવી છે. સમગ્ર બાબતે ઘણી એવી સ્કૂલો પણ સામે આવી છે. જેમાં નિયત સમય પર હાજરી ન પુરાવવાને કારણે ઓનલાઇન નથી થઇ શકતી જેને લઈને તેઓને પણ નોટીસ પાઠવવમાં આવી હતી.
જેને અનુલક્ષીને શિક્ષણ વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા બેદરકારી દાખવતી સ્કૂલોમાં ફફડાટ ફેલાયો છે. જે સ્કૂલોને નોટીસ આપવામાં આવી છે. તેમાં વાપીની 13, વલસાડની 4, ધરમપુરની 2, ઉમરગામની 4, કપરાડાની 5, પારડીની 6 આમ કુલ 34 સ્કૂલને નોટીસ આપવામાં આવી છે.