ETV Bharat / state

મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે ભૂકપના આંચકા અનુભવાયા, મકાન ધરાશાયી થતા 1નું મોત - ગુજરાત સમાચાર

વાપીઃ બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘર અને થાણે વિસ્તાર સહિત ગુજરાતના વલસાડ જિલ્લામાં 4.8 તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 01ઃ03 વાગે આવેલા ભૂંકપમાં મહારાષ્ટ્રના દહાણુંમાં આવેલા આંબેસરી ગામમાં એક મકાન ધારાશાયી થયું હતું. જેમાં એક વ્યક્તિ દબાઈ જતાં તેનું મોત નીપજ્યું છે.

earthquake
author img

By

Published : Jul 25, 2019, 4:34 PM IST

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા પાલઘર જિલ્લાની ધરતી બુધવારની રાત્રે 7 જેટલા ભૂંકપના આંચકાથી કંપી ઉઠી હતી. છેલ્લા એક વર્ષથી આવતા હળવા કંપન સાથે બુધવારની રાત્રે 4.8 તિવ્રતાનો મોટો ભૂંકપનો આંચકો આવ્યો હતો.

Etv એક્સક્લુઝીવઃ મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલા ભૂકંપે લીધો એકનો ભોગ

આ આંચકામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણું નજીક આંબેસરી ગામે એક મકાન ધારાશાઈ થતાં એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. જેને મહા મહેનતે લોકોએ બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. ભૂંકપના પગલે થયેલા આ મૃત્યુથી સરકારી તંત્રમાં ચકચાર મચી છે. જ્યારે મૃતકના પરિવાર પાસેથી ઘરની છત અને ઘરના મોભી વિનાનો બની જતાં હૈયાફાટ આક્રંદથી ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે. મૃતકનું નામ રિસ્યા દામાં મેઘવાલ (ઉં.68) હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Intro:વાપી :- ગત રાત્રે મહારાષ્ટ્રના પાલઘર અને થાણે વિસ્તાર સહિત ગુજરાતના વલસાડ જિલ્લામાં 4.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 01:03 વાગ્યે આવેલા ભૂકંપમાં મહારાષ્ટ્રના દહાણું ના આંબેસરી ગામે એક મકાન ધરાશાઈ થયું હતું. જેમાં એક વ્યક્તિ દબાઈ જતા તેનુ મોત નીપજ્યું હોય સરકારી તંત્રમાં ચકચાર મચી ગઇ છે. તો મૃતકનો પરિવાર ઘરની છત અને ઘરના મોભી વિનાનો બની જતા હૈયાફાટ આક્રંદથી ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે.Body:ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની ધરતી ગત રાત્રે 7 જેટલા ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠી હતી. છેલ્લા એક વર્ષથી આવતા હળવા કંપન સાથે ગત રાત્રે 1:03 વાગ્યે 4.8ની તિવ્રતાનો મોટો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકામાં  મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાનું નજીક અમ્બેસરી ગામે એક મકાન ધરાશયી થતા એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. જેને મહા મહેનતે લોકોએ બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ગંભીર રીતે ઘાયલ તે વ્યક્તિને તબીબોએ મૃત જાહેર કરતા મૃતકના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.

ભૂકંપમાં એક તરફ ઘરની છત વિનાના બનેલા પરિવારે ઘરનો મોભી પણ ગુમાવી દેતા ગામમાં ગમગીની માહોલ છવાઇ ગયો છે. જ્યારે આ ઘટના અંગે સ્થાનિક તંત્રને જાણકારી મળતા નુક્સાનીનો સર્વે કરવા ટીમ આવી પહોંચી હતી. અને સર્વે હાથ ધર્યો હતો. પાલઘર જિલ્લો ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ બૉર્ડર પર આવેલ હોય ઉમરગામ વિસ્તારમાં પણ ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 

તો ભૂકંપ માં તૂટી પડેલા ઘરમાં દબાઈને મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ રિસ્યા દામાં મેઘવાલે હોવાનું અને તેની ઉંમર 68 વર્ષની હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી ધ્રૂજતી પાલઘરની ધરતીમાં પહેલી વખત એક વ્યક્તિનું મૃત્યુનું નિપજતા સરકારી તંત્ર અને સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઇ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.