વલસાડઃ વૈશ્વિક બીમારી કારોનાને લઇને હાલ દેશમાં લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. જેને પગલે રોજ કમાઈને રોજ ખાનારા શ્રમિક વર્ગને ઘણી મુશ્કેલી પડે છે, ત્યારે આવી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને મદદરૂપ થવા માટે સ્વામિનારાયણ સંસ્થા તરફથી રાશન કીટનું વિતરણ કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે વિવિધ ફળીયામાં કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં શૈક્ષણીક ક્ષેત્રે અગ્રેસર એવી સ્વામિનારાયણ સંસ્થા ટ્રસ્ટી હરિવલ્લભ સ્વામીના નેતૃત્વમાં વૈશ્વિક મહામારીની આવી પડેલી વિપદામાં સમાજીક દાયિત્વ અદા કરવા કપરાડા તાલુકાના મોટાપોઢા ગામે ઝરા ફળીયામાં 75 જેટલી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત મોટાપોઢા ગાંધી આશ્રમના વિજ્ઞાન સ્વામી દ્વારા 30થી વધુ કીટ હટીમાળ ફળીયામાં જરૂરિયાત મંદોને આપવામાં આવી હતી.
આ સામાજિક કાર્ય દરમિયાન માજી કારોબારી અધ્યક્ષ બાબુભાઇ પટેલ ,યુવા મોરચા પ્રમુખ કપરાડા ગીરીશભાઈ પટેલ સહિતના લોકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ સંસ્થા દ્વારા છેલ્લા 9 દિવસથી સતત જરૂરિયાત મંદ લોકો માટે ભોજન અને અનાજ કીટ ન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.