ETV Bharat / state

ધરમપુર નગરપાલિકા દ્વારા શ્રમિકોને માસ્‍ક તથા ફૂડ પેકેટનું વિતરણ કરાયું

ધરમપુર નગર પાલિકા દ્વારા લોકડાઉનના સમયમાં એક ઉમદા કામગીરી કરવામાં અવી છે. જરૂરિયાત મંદ લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું અને જે શ્રમિકો વતન જતા હતા તેઓને ફૂડ પેકેટ આપી રવાના કરવામાં આવ્યા હતા.

ધરમપુર નગરપાલિકા દ્વારા શ્રમિકોને માસ્‍ક તથા ફુડ પેકેટનું કરાયું વિતરણ

author img

By

Published : May 15, 2020, 8:15 PM IST

વલસાડઃ ધરમપુર નગર પાલિકા દ્વારા લોકડાઉનના સમયમાં એક ઉમદા કામગીરી કરવામાં અવી છે. પાલિકા દ્વારા જરૂરિયાત મંદ લોકોને વેપારીઓને, લારી, દુકાન ચલાવતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ શ્રમિકો જે વતન જતા હતા તેઓને ફૂડ પેકેટ અને પાણીની બોટલ સાથે રવાના કરવામાં આવ્યા હતા.

ધરમપુર નગરપાલિકા દ્વારા શ્રમિકોને માસ્‍ક તથા ફુડ પેકેટનું કરાયું વિતરણ
ધરમપુર નગરપાલિકા દ્વારા શ્રમિકોને માસ્‍ક તથા ફુડ પેકેટનું કરાયું વિતરણ

કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્‍થિતિ છેે. ત્યારે આવા કપરા સમયે વલસાડ જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને વહીવટીતંત્ર દ્વારા જીવનજરૂરિયાતની ચીજવસ્‍તુઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્‍યારે વલસાડ જિલ્લાના ધરમપુર નગરપાલિકા દ્વારા છુટક વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ, લારી-દુકાન ચલાવતા જરૂરીયાતમંદ લોકોને કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટેનું સૌથી ઉપયોગી માસ્‍કનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ, પ્રમુખ જયદિપભાઇ સોલંકી, શહેર પ્રમુખ અને ટી.પી ચેરમેન પ્રણવ શિંદે, ચીફ ઓફિસર જયેશભાઇ પરમાર તથા નગરપાલિકાના સભ્‍યો દ્વારા નગરના વિવિધ સ્‍થળો પર માસ્‍ક વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ તથા મણિપુર રાજય જવા માટે ધરમપુરથી રવાના થતા 160થી વધારે શ્રમિકો માટે સવારે જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

શ્રમિકોને મુસાફરીમાં જમવાની તકલીફ ન પડે તથા ઘર સુધી સારી રીતે પહોંચે તે માટે ફુડ પેકેટ તથા પાણીની બોટલ સાથે રવાના કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત ફુલ આપી સલામત મુસાફરી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આમ સંકટના સમયે વહીવટીતંત્ર લોકોની જરૂરીયાતોને સમજી મદદ કરી રહી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.