વલસાડ: ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરે આવેલ તેમજ તાલુકાના વિવિધ ગામના સાર્વજનિક મંડળોને ગણેશજીની સ્થાપના માટે ગણેશ પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું છે. ધર્મ જાગરણ સમન્વય વિભાગ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવ પૂર્વે ગણેશ પ્રતિમાનું વિતરણ કરાય છે. જે પૈકી આ વખતે પણ 300 જેટલી શ્રીજી પ્રતિમાનું વિતરણ કરાયું હતું.
"આદિવાસી ક્ષેત્રમાં ભલે પશ્ચિમી ક્ષેત્રના સંસ્કૃતિઓ હાવી થઈ રહી છે. એવા સમયમાં પણ લોકોમાં આજે પણ હિન્દુત્વમાં ખૂબ આસ્થા છે. આજે પણ અનેક ગામોના મંડળો ધર્મ જાગરણ સમન્વય વિભાગ પાસે આવે છે. સનાતન ધર્મના પુસ્તકો પણ લઈ જાય છે." પરિમલ ગરાસિયા (ધર્મ જાગરણ સમન્વય સમિતિ વલસાડ નવસારી)
સનાતન સંસ્કૃતિ બચાવવાના પ્રયાસ: સનાતન સંસ્કૃતિ જાળવી રાખવા માટેના ભાગ રૂપે ગણેશ મહોત્સવ એક ઉત્તમ અવસર માનવામાં આવે છે. કારણ કે 12 દિવસ સુધી સતત ગામે ગામ આવેલા મંડળો ગણેશજીની સ્થાપના કરી સવાર સાંજ પૂજા અર્ચના કરે છે. ધરમપુર તાલુકાના વિવિધ ગામોમાં સક્રિય મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના માટે બહારથી ગણેશ પ્રતિમાની ખરીદી કરાતી નથી. ધર્મ જાગરણ સમન્વય વિભાગ તરફથી આપવામાં આવતી ગણેશ પ્રતિમા લેવાનો જ આગ્રહ રાખે છે. કારણ કે બજારના ભાવે ગણેશ પ્રતિમા ખરીદવી હોય તો તેઓની ઊંચી કિંમત હોય છે. તેથી ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા ધાર્મિક ભાવના ઊભી થાય અને સંસ્કૃતિ જળવાય તે માટે માત્ર નજીવી કિંમત લઈ શ્રીજીની પ્રતિમાનું વિતરણ કરાય છે. જે માટે દર વર્ષે 500 થી પણ વધુ પ્રતિમા મંગાવવામાં આવે છે.
હનુમાન ચાલીસાના પાઠ: આદિવાસી સમાજમાં દારૂ બીડી સિગરેટ જેવા અનેક દૂષણો આજે પણ અનેક ઘરના યુવકોને બરબાદ કરી રહ્યા છે. ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન યુવકો ગણેશજીની સ્થાપના સ્થળે સતત 12 દિવસ સુધી ભક્તિભાવ સાથે પૂજન તરફ દોરવા વ્યસન મુક્ત બને હનુમાન ચાલીસાના પાઠ કરે જે માટે દરેક મંડળોને હનુમાન ચાલીસા બુકોનું વિતરણ કરાયું છે. જેથી યુવાનો માં ધાર્મિક ભાવના જાગે અને તેઓ આધ્યાત્મિક માર્ગ તરફ વળે એવા હેતુ સાથે ગણેશ પ્રતિમા વિતરણ કરાય છે.