વલસાડ જિલ્લા ધરમપુર ખાતે આવેલા વિજ્ઞાન કેન્દ્રમાં એક ડાન્સિંગ ડોલનું સ્ટેચ્યું મુકાવામાં આવ્યું છે, જે દરેક મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ અંગે વિજ્ઞાન કેન્દ્રના પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે, ડાન્સિંગ ડોલ અંદાજીત 400 કિલો વજન ધરાવતી બનાવવામાં જેને તૈયાર કરવામાં 3 માસ જેટલો સમય લાગ્યો છે.
આ ડાન્સિંગ ડોલ કેન્દ્રીય ગુરુત્વાકર્ષણ બળના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ખાસ કરીને વાત કરીએ તો સર્કસમાં જે એક દોરી ઉપર ચાલતા હોય તેઓ પણ આ ડાન્સિંગ ડોલના સિદ્ધાંતને જ અનુસરતા હોય છે. ડાન્સિંગ ડોલી ખાસિયત છે કે, તેની ધરી પર માત્ર એક રૂપિયાના સિક્કા જેટલી જગ્યા ઉપર જ તે ટકેલી છે. વળી 45 ડિગ્રી સુધી તેને ગમે એમ વાળો તો પણ તે નીચે પડી જતી નથી. પોતાની મેળે જ તે પોતાના સ્થાન પર આવી જતી હોય છે. વિજ્ઞાનના નિયમ આધારિત બનેલી આ 400 કિલોનું મોડલ હાલ ધરમપુર વિજ્ઞાન કેન્દ્રના દરવાજાની જમણી બાજુ મૂકવામાં આવ્યું છે. જે આ વેકેશનમાં અહિં મુલાકાત લેવા આવનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે એ વાત નક્કી છે.