વલસાડ : અરબી સમુદ્રમાં ભારે દબાણને કારણે ઉદ્દભવેલું બિપરજોય નામનું વાવાઝોડું કલાકે 7 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે, ત્યારે વલસાડ વહીવટી તંત્ર સજ્જ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કાંઠા વિસ્તારના 28 ગામોને એલર્ટ અપાયું છે. દરિયા કાંઠે આવેલા ગામોની મુલાકાત જિલ્લા પોલીસ વડાએ સ્વંય લઈ લોકોને જાગૃત કર્યા હતા અને સતર્ક રહેવા સૂચન કર્યું છે.
વાવાઝોડાને લઈને બેઠક યોજાય : વિસ્તારના ગામના સરપંચ તેમજ અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા એક બેઠક યોજાઈ હતી. વાવાઝોડા જેવી આપત્તિ સમયે લોકોને કઈ રીતે મદદરૂપ થવું, વહીવટી તંત્રને કઈ રીતે કોઈ ઘટના બને તો જાણ કરવી તેમજ સતર્ક કેવી રીતે રહેવું. તે અંગે તમામ બાબતોથી જાણકારી અને અવગત કરાવવામાં આવ્યા હતા.
નારગોલ બીચ સહેલાણીઓ માટે બંધ : વલસાડના ઉમરગામ તાલુકામાં આવેલા નારગોલનો દરિયાકિનારો પર્યટકોને ખૂબ જ આકર્ષણ ઉમેરનારો છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં પર્યટકો શનિ-રવિની રજામાં ઉંટી પડે છે. જોકે, વાવાઝોડાના પગલે અહીં આવનારા પર્યટકો પર પ્રતિબંધ ભરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત અહીં મૂકવામાં આવ્યો છે. સાથે જ આ બીચ પર જિલ્લા પોલીસવડાએ નિરીક્ષણ કર્યું હતું .તેમજ સ્થાનિક લોકો સાથે આપત્તિ વ્યવસ્થાપન અંગે ચર્ચાઓ પણ કરી હતી.
સરકારના હુકમોનું પાલન કરવું : જિલ્લા પોલીસવાળા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ઉમરગામના નારગોલ બીચની મુલાકાત કરી હતી. સ્થાનિક કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારી સમાજના લોકો સાથે ચર્ચા કરી જણાવ્યું કે, જો વાવાઝોડાને પગલે કોઈ જોખમી સ્થિતિ સર્જાય અને વહીવટી તંત્ર દ્વારા જો કોઈ સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવે તો તે સૂચનાઓનું પાલન કરવા લોકોને અપીલ કરી હતી. જેથી કરીને કોઈ મોટી જાનહાની થઈ શકે નહીં.
હોલ્ડીંગ ઉતારી લેવા સૂચન : પાલિકા અને શહેરી વિસ્તારમાં મોટા હોલ્ડીંગ ઉતારી લેવા સુચન વાવાઝોડાને પગલે શહેરી વિસ્તારમાં જેવા કે પી ડબ્લ્યુ ડી સ્ટેટ હાઈવે અને પી ડબ્લ્યુ ડી જિલ્લા પંચાયત ક્ષેત્ર તેમજ પાલિકા વિસ્તારમાં આવતા તમામ આધિકારી ઓને મોટા હોલ્ડીંગ ઉતારી લેવા. વલસાડ પારડી વાપી વિસ્તારમાં સૂચના આપવમાં આવી છે. આત્યારે સુધીમાં 10 વધુ મોટા હોલ્ડીંગ ઉતારી લેવામાં આવ્યા છે. જેથી ઝડપી પવન ફુકાય તો કોઈ અનિચ્છનીય ઘટના ના બને.
વલસાડ જિલ્લાના કેટલાક ગામો એલર્ટ કરાયા : બિપરજોય વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લાના કુલ 28 ગામોને સતર્ક રહેવા સૂચન કરાયું છે. વલસાડ તાલુકાના દારિયા કાંઠાથી આવતા 3 કિમી અંતરમાં આવતા ગામો હરિયા, સેગવી, અટાર, તીથલ, ભદેલી, કોસંબા, ભાગડાવાડા, ભાગોદ, મગોદડુંગરી, મેહ, ધરાસણા, માલવણ, કકવાડી, દાંતી, આગાર ફળિયા, ભાગડાખુર્દ ગામનો સમાવેશ થાય છે, જ્યારે પારડી તાલુકામાં કીકારલા, કલસર, કોટલાવ, પલસાણા, માછીવાડ, દેસાઈવાડ, ઉદવાડા, કોલક, જ્યારે ઉમરગામ તાલુકાના દહેરી, ગોવાડા, નારગોલ, સરોંડા, મરોલી, તડગામ, કાલાઈ, ફણસા, કલગામ, ઉમરગામ, ખતલવાડા, પાલગામ, પાલી કરમબેલી, માણેકપોર, આહુ, જેવા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.