ETV Bharat / state

Cyclone Biparjoy Update : બિપરજોય વાવાઝોડા સામે સજ્જતા અંગે નાણાંપ્રધાન કનુ દેસાઈએ આપ્યું નિવેદન

આગામી બેત્રણ દિવસમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકનાર બિપરજોય નામના વાવાઝોડા સામે સરકાર સજ્જ છે અને તમામ સૂચનાઓ આપી દેવામાં આવી હોવાનું નિવેદન નાણાંપ્રધાન કનુ દેસાઈએ આપ્યું છે. કનુ દેસાઇ વાપીમાં મોદી સરકારના સફળતાનાં 9 વર્ષની ઉજવણીને લઇને આવ્યાં હતાં.

Cyclone Biparjoy Update : બિપરજોય વાવાઝોડા સામે સજ્જતા અંગે નાણાંપ્રધાન કનુ દેસાઈએ આપ્યું નિવેદન
Cyclone Biparjoy Update : બિપરજોય વાવાઝોડા સામે સજ્જતા અંગે નાણાંપ્રધાન કનુ દેસાઈએ આપ્યું નિવેદન
author img

By

Published : Jun 9, 2023, 6:45 PM IST

વાવાઝોડા સામે સરકાર સજ્જ

વાપી : મોદી સરકારના સફળતાનાં 9 વર્ષની હાલ ભાજપ વિશેષ જનસંપર્ક અભિયાન હેઠળ ઉજવણી કરી રહ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડ ડાંગના સાંસદ કે. સી. પટેલના અધ્યક્ષસ્થાને ભાજપ સરકારની 9 વર્ષની વિકાસ ગાથા રજૂ કરી હતી. જે કાર્યક્રમને લઇને વાપી આવેલા નાણાંપ્રધાને કનુ દેસાઇએ બિપરજોય વાવાઝોડાને લઇને ગુજરાત સરકારની સજ્જતાની વાત કરી હતી.

મોદી સરકારના 9 વર્ષ :મોદી સરકારના 9 વર્ષ શાસનની ઉજવણીને લઇ તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારે સફળતાપૂર્વક નવ વર્ષ સેવા, સુશાશન, ગરીબ કલ્યાણના પૂર્ણ કર્યા છે. જે અનુસંધાને "વિશેષ જનસંપર્ક અભિયાન" કાર્યક્રમ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા એક માધ્યમો સાથે વાતચીત યોજાઇ હતી. જેમાં ઉપસ્થિત રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ મોદી સરકારના 9 વર્ષની વિકાસ ગાથા રજૂ કરી હતી.

વાવાઝોડા સામે એલર્ટ : આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનાર વાવાઝોડા અંગે ગુજરાત સરકાર કેટલી સજ છે તેના જવાબમાં રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગત મેના અંતમાં વાવાઝોડું આવ્યું હતું તે સમયે સૌરાષ્ટ્ર કચ્છમાં 12000 વીજ પોલ ધરાશાયી થયા હતા. 400 ટ્રાન્સફોર્મર બળી ગયા હતા છતાં પણ 48 કલાકમાં ગુજરાતમાં તમામ જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો યથાવત કર્યો હતો.

ગત વર્ષના વાવાઝોડામાંથી લેસન લઈ ગુજરાત સરકારે આ વાવાઝોડા સામે લડવા જરૂરિયાત મુજબનો તમામ મટીરીયલનો સ્ટોક કરી રાખ્યો છે. આપાતકાલીન કામગીરી માટે ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. મુખ્યપ્રધાને પણ વિશેષ મિટિંગ યોજી તમામ ટીમને એલર્ટ રહેવા સૂચના આપી છે...કનુ દેસાઇ(નાણાંપ્રધાન)

ચોમાસામાં સંપર્કવિહોણાં ગામડાં : વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં કપરાડા, ધરમપુર, ઉમરગામ જેવા તાલુકામાં અનેક ગામો સંપર્ક વિહોણા બને છે. ગામ-ફળિયાને જોડતા અનેક લો લેવલના બ્રિજ પર પુરના પાણી ફરી વળતા ગામડાઓ સંપર્ક વિહોણા બને છે. વર્ષોથી આ સમસ્યા દર ચોમાસે સર્જાતી આવી છે. 9 વર્ષમાં ભાજપ સરકારે અનેક ગણો વિકાસ કર્યો છે તો આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે. તેના જવાબમાં કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો હાલ નંબર વન જિલ્લો બન્યો છે. આ જિલ્લામાં ધરમપુર, કપરાડા જેવા તાલુકાઓથી માંડીને સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારો વિકાસ થયો છે. સ્મશાન, શાળાએ જવા માટેના બ્રિજ, રસ્તાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવી આવા રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે. હજુ પણ જે રસ્તાઓના કામ બાકી છે તે પણ વહેલી તકે પુરા કરવાની ખાતરી આપી હતી.

ભારતની નવી ઓળખ : કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી મોદી સરકારના નેતૃત્વમાં ભારતે તેમની વિદેશનીતિમાં આર્થિક નીતિમાં ધરખમ ફેરફાર કર્યા છે. વિશ્વ શાંતિ માટે સમગ્ર વિશ્વ હાલ ભારત તરફ મીટ માંડીને બેઠું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને એક નવી ઓળખ અપાવી છે. ભારતનો અવાજ સમગ્ર વિશ્વ સાંભળી રહ્યું છે. વડાપ્રધાનને જે રીતે દેશના લોકોએ 2014 થી અત્યાર સુધી સહકાર આપ્યો છે તેવો જ સહકાર 2047 સુધી આપશે તો ભારત વિશ્વનું પ્રથમ રાષ્ટ્ર બનશે.

બે કોંગ્રેસી સભ્યો ભાજપમાં જોડાયાં : અહીં ડાંગ જિલ્લાના બે કોંગ્રેસી સભ્યોને આજના દિવસે ભાજપમાં આવકારી ખેસ પહેરાવાયો હતો. વલસાડ જિલ્લાના પ્રભારી એમ. એસ. પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષા ઉષાબેન પટેલ સહિત પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

  1. Monsoon Update: શું 'બિપરજોય' વાવાઝોડાના કારણે ચોમાસામાં વિલંબ થઈ રહ્યો છે, ચોમાસું તમારા સ્થાને ક્યારે પહોંચશે, જાણો
  2. Cyclone Biparjoy : જામનગરમાં વાવાઝોડાને લઈ PGVCLએ 108 ટીમ કરી સજ્જ, દરિયા કિનારે સતત મોનિટરિંગ શરુ
  3. MP Harshvardhan in Surat : જે જનસમર્થન વાજપાઈને ન મળ્યું તે વર્ષ 2014માં પીએમ મોદીને મળ્યું, સાંસદે ભારોભાર પ્રશંસા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.