- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ
- ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો
- ૨૭ જેટલા રાઉન્ડ સાથે મતગણતરીનો પ્રારંભ
વલસાડ :કપરાડા વિધાનસભાની 181 બેઠક ઉપર ગત તારીખ 3ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વોરઠા અપક્ષના ઉમેદવાર પ્રકાશભાઈ પટેલ અને અન્ય એક અપક્ષના ઉમેદવાર જયેન્દ્રભાઈ ગામીત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ યોજાયો હતો મહત્વનું છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આયાત થઈને આવેલા જીતુભાઈ ચૌધરી ઉપર ભાજપે ઉમેદવારની ટિકિટ આપી હતી.
પોસ્ટલ બેલેટ પેપરનું ગણતરીનો પ્રારંભ
ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં ગયેલા બાબુભાઈ વરઠાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જેને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી કાંટાની ટક્કર છે. આજે કપરાડા સરકારી કોલેજ ખાતે વહેલી સવારથી મતગણતરી શરૂ થઈ છે. જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો સાથે સાથે પ્રથમ રાઉન્ડમાં પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. નોંધનીય છે કે, ૧૪ ટેબલના ઉપર ૨૭ જેટલા રાઉન્ડ સાથે મતગણતરીનો પ્રારંભ થયો છે. જેમ જેમ ઇવીએમ મશીનનું કાઉન્ટિંગ થતું જશે. તેમ પરિણામો જાહેર કરવામાં આવશે. હાલ તો શાંતિ અને સુરક્ષિત રીતે ગણતરી થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે ગોઠવવામાં આવ્યો છે.