વલસાડ: કપરાડા તાલુકાના સંકૃતિક હોલ ખાતે શનિવારે ઈ-માધ્યમ દ્વારા વનબંધુઓને વન અધિકારપત્ર વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવા, ભાજપના તમામ હોદ્દેદારો, ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ શરૂ થયા બાદ પણ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા નડગેને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું નહોતું. જેથી તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા એક સામાન્ય આદિવાસી નાગરિકની જેમ લોકો વચ્ચે ખુરશીમાં બેસી રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પ્રમાણ પત્રનું વિતરણ કરવા માટે ડૉ. કેસી પટેલે તાલુકા પ્રમુખને બોલાવ્યાં હતા. કાર્યક્રમના અંતમાં તાલુકા પ્રમુખને સ્ટેજ પર બોલાવવાથી વિવાદ વકર્યો હતો.