વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા અતિ પૌરાણિક એવા કાળા રામજી મંદિરના પૂજારીને ધરમપુર મામલતદારને નોટિસ આપી મંદિરની બાજુમાં આવેલી ચાર જેટલી રૂમો પૈકી એક રૂમ જેમાં પૂજારી વર્ષોથી વસવાટ કરે છે. તેમને ખાલી કરવા માટે 10 દિવસની મુદત આપી નોટિસ ફટકારી છે. જેને પગલે ધરમપુર કાળા રામજી મંદિરના પૂજારી આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. આજે આમરણાંત ઉપવાસનો સાત દિવસ પૂર્ણ થયા બાદ પણ આ સમગ્ર સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જોકે ધરમપુરના સ્થાનિક અગ્રણીઓ અને કેટલાક લોકોનું એક પ્રતિનિધિ મંડળ આ સમગ્ર બાબતને સમાધાન કરવા માટે વલસાડ જિલ્લા કલેકટર પાસે પહોંચ્યા હતા.
મંદિરની બાજુમાં બનેલી ચાર રૂમોમાં અનેક મહાનુભવો અને સાધુ-સંતો રાત્રી રોકાણ કરી ગયા છે
કાળા રામજી મંદિરની બાજુમાં આવેલી ચાર રૂમમાં અનેક મહાનુભાવો સંતો અહીં રાત્રિ રોકાણ કરી રહ્યા છે. જે પૈકી શ્રીમદ રાજચંદ્ર જી પણ સામેલ છે અને જેને અનુલક્ષીને શ્રીમદ રાજચંદ્ર સંસ્થાએ આચાર રૂમના વહીવટદાર એવા પ્રાંત અધિકારીને પાસે રૂમનો કબજો લઇ તેમાં દેખરેખ રાખવાની રજૂઆત કરી હતી અને તે પૈકી આ મિલકતના વહીવટદાર એવા મામલતદારે આ રૂમનો કરજો શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને આપવાનું નક્કી કર્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને મંદિરની રૂમનો કબજો આપવા બાબતે વિરોધનો સૂર ઉઠયો
જેની સામે કાળા રામજી મંદિરના પૂજારી તેમજ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ વિરોધને પગલે કાળા રામજી મંદિરના પૂજારીએ અનેક ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી હતી અને આ ફરિયાદ બાદ આ મિલકતના વહીવટદાર એવા મામલતદારે મંદિરના પૂજારીને નોટિસ ફટકારી મંદિરની રૂમમાં વસવાટ કરતા હોય તે રૂમ દસ દિવસમાં ખાલી કરવાનું જણાવ્યું હતું.
મંદિરના પૂજારીને મામલતદારે રૂમ ખાલી કરી દેવા નોટિસ ફટકારી છે
મંદિરના પૂજારી જયદીપભાઇ દવે છેલ્લા સાત દિવસથી મંદિરની બહાર પાડીને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી ગયા છે આજે આ સમગ્ર બાબતને સાત દિવસ પૂર્ણ થયા છે પરંતુ હજુ સુધી આ સમગ્ર વિવાદનો કોઈ ઉકેલ આવ્યો નથી.
સમગ્ર વિવાદનો અંત લાવવા સ્થાનિક અગ્રણીઓનું એક પ્રતિનિધિમંડળ જિલ્લા કલેકટરને મળવા પહોંચ્યું
જોકે આજે તેમના સહયોગમાં અને તેમની પડખે આવેલા ગામના કેટલાક અગ્રણીઓ નું એક પ્રતિનિધિમંડળ વલસાડ જિલ્લા કલેકટર આર.આર રાવલને મળવા માટે પહોંચ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું અને આ સમગ્ર સમસ્યાનું સુખદ સમાધાન આવશે તેવું તેમણે આશા વ્યક્ત કરી છે પરંતુ જો સમાધાન ન આવ્યું તો તેમનું આ આંદોલન ચાલુ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું
મહત્વનું છે કે વર્ષોથી ચાર જેટલી રૂમો પૈકી એક રૂમમાં મંદિરમાં પૂજા અર્ચના કરતા પૂજારી એટલે કે જયદીપભાઇ દવેના દાદાના સમયથી તેઓ અહીના એક રૂમમાં વસવાટ કરે છે અને મામલતદાર શ્રીએ આજ રૂમ ખાલી કરી દેવા માટે જયદીપભાઇ દવે નોટિસ ફટકારી હતી.