વાપી: શહેરમાં કોરોના વાઇરસને કારણે લોકો ઘરમાં કેદ છે, ત્યારે વાપી GIDC પોલીસે જુગારીયાઓ પર દરોડા પાડ્યા હતા. બાતમીને આધારે કરેલી આ દરોડા અંગે પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ વાપી GIDC માં 2nd ફેઈઝમાં આવેલી પ્રિટેક કંટ્રોલ્સ નામની કંપનીમાં બીજા માળે કંપનીનો માલિક પૂનમ ઈશ્વર પંચાલ તેના અન્ય મિત્રો સાથે જુગાર રમતો હોવાની વિગતો મળી હતી. જે આધારે રાત્રે 10:15 કલાકે પોલીસે કંપની પર દરોડા પાડ્યા હતા.
લોકડાઉનમાં કંપની માલિકે કંપનીમાં જ ખોલી નાખ્યું જુગારધામ, 41.76 લાખના મુદ્દામાલ સાથે 8 શકુનીઓ ઝડપાયા - પ્રિટેક કંટ્રોલ્સ
વાપીમાં સેકેન્ડ ફેઈઝ GIDC માં આવેલી પ્રિટેક કંટ્રોલ્સ નામની કંપનીમાં GIDC પોલીસે દરોડા પાડીને 8 જુગારિયાઓને 41,76,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. લોકડાઉનના સમયમાં કંપનીમાં જ કંપની માલિક પૂનમ પંચાલ શ્રાવણીયો જુગાર રમાડતો હતો.
Vapi News