ETV Bharat / state

વલસાડ જિલ્લાની 174 જેટલી શાળાઓમાં ધોરણ 10-12 ના શિક્ષણકાર્યનો પ્રારંભ - વલસાડમાં શાળાઓ ફરીથી ખુલી

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારે 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના શિક્ષણકાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે વલસાડ જિલ્લાની 174 જેટલી શાળાઓમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર સાથે શાળાઓ ખોલવામાં આવી હતી.

વલસાડ જિલ્લાની 174 જેટલી શાળાઓમાં ધોરણ 10-12ના શિક્ષણકાર્યનો પ્રારંભ

author img

By

Published : Jan 11, 2021, 1:06 PM IST

Updated : Jan 11, 2021, 1:52 PM IST

  • ધોરણ 10-12ના શિક્ષણ કાર્યનો પ્રારંભ
  • શાળાઓમાં SOP મુજબ વ્યવસ્થા ઉભી કરાઈ
  • વાલીઓના સંપતિપત્ર બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

વલસાડઃ સમગ્ર ગુજરાત સાથે વલસાડ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 નું શિક્ષણ કાર્ય આરંભ થયું છે. વાપીની સ્વામિનારાયણ ગુરુકુલ સહિતની શાળાઓમાં પ્રથમ દિવસે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી વર્ગખંડમાં મર્યાદિત સંખ્યામાં શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ફરજીયાત માસ્ક સાથે ક્લાસરૂમમાં પ્રવેશ

શાળાઓમાં મુખ્ય ગેટ પર ખાસ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માર્કિંગ કરવામાં આવ્યું હતું. ગેટ પરથી શાળાના પ્રાંગણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓનું થર્મલ ગન વડે તાપમાન માપવામાં આવ્યું હતું. માસ્ક ફરજિયાત પહેરવાની સૂચના સાથે હેન્ડ સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ કરાવવામાં આવ્યાં હતાં.

વલસાડ જિલ્લાની 174 જેટલી શાળાઓમાં ધોરણ 10-12 ના શિક્ષણકાર્યનો પ્રારંભ

કલાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા

શાળા સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓના વાલીઓની સંપતિપત્ર લીધા બાદ જ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય માટે પ્રવેશ આપ્યો હતો. શાળાનું ચોગાન, સ્કૂલ બસ, કલાસરૂમ, બેન્ચ તમામને સેનેટાઇઝ કરવામાં આવ્યાં હતાં.

9 મહિના બાદ શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો

ક્લાસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે સંપૂર્ણ બેઠક વ્યવસ્થા ઉભી કરી હતી. શિક્ષકો પણ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા જોવા મળ્યા હતાં. 9 મહિના બાદ શાળામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. તેમજ શાળા સંચાલકોએ પણ આગામી બોર્ડ એક્ઝામને લઈને શાળાનું નામ રોશન થાય તે માટે અભ્યાસક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

Last Updated : Jan 11, 2021, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.