- 12 જાન્યુઆરીએ યોજાઈ હતી કપરાડાના કારચોન્ડ ગામે વોલીબોલ ટુર્નામેન્ટ
- જેમાં વિજેતા ટીમને પ્રથમ ઇનામ બકરો અને 501 રોકડા આપાયા
- ટુર્નામેન્ટમાં વિજેતા ટીમના સભ્યોએ બકરો અને મરઘા સાથેના ફોટો ઉત્સાહમાં આવી સોશિયલ મીડિયામાં મુક્યા
- વલસાડ જિલ્લામાં એક તરફ બર્ડ ફલૂ પોઝીટિવ છે, ત્યારે આ ઘટના અંગે તંત્ર ગંભીર
- ઇનામમાં મરઘા અને બકરો આપવાનું આમંત્રણ પત્રિકા છપાવામાં આવી હતી
કરચોડ ગામે સીમ ફળિયામાં નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ વિજેતાને એક બકરો અને 501 રોકડા, દ્વિતીય વિજેતા ટીમને 6 મરઘા અને 301 રૂપિયા, જ્યારે તૃતીય ટીમને એક મરધો અને 301ની રોકડ રકમ આપવાની જાહેરાત નિમંત્રણ પત્રિકામાં છપાવી હતી.
વિજેતા ટીમને બકરો અને રોકડા આપતા ફોટો વાયરલ
કરચોડ સીમ ફળિયામાં આયોજિત આ અનોખી વોલીબોલ ટુર્નામેન્ટમાં વિજેતા થયેલા ટીમને બકરો અને રોકડ આપતા ફોટો પડાવવામાં આવ્યા હતા. આ સાથે જ આ ફોટો ઉત્સાહિત વિજેતા ટીમના યુવાનો એ સોશિયલ મીડિયામાં કેટલાક ગૃપમાં શેર કરતા સમગ્ર બાબત વહીવટી તંત્રને ધ્યાને આવી હતી.
જિલ્લામ બર્ડ ફલૂના સેમ્પલો પોઝિટિવ હોય ત્યારે ટુર્નામેન્ટમાં મરઘા ઈનામમાં આપવા કેટલા યોગ્ય
એક તરફ વલસાડ જિલ્લામાં બર્ડ ફલૂ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે, ત્યારે કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં બકરા અને મરઘા વિજેતા ટીમને આપવાએ કેટલા યોગ્ય છે. હાલ તો વહીવટી તંત્રએ ગંભીર બની તપાસના આદેશ કર્યા છે.
જિલ્લા કલેકટરે આપ્યા તપાસના આદેશ
કપરાડાના કરચોડ સીમ ફળિયામાં આયોજિત થયેલી આ વોલીબોલ ટુર્નામેન્ટે ચકચાર જગાવી છે, ત્યારે સમગ્ર બાબતની ગંભીરતા જોતા વલસાડ જિલ્લા કલેક્ટરે રેસિન્ડેસિયલ કલેક્ટરે સમગ્ર બાબતે તપાસના આદેશ આપ્યા છે. જેથી કપરાડા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જો મરઘા કે બકરાને આરોગી ગયા હોય તો શું?
મહત્વનું છે કે, અંતરિયાળ વિસ્તારમાં આવી અનેક ટુર્નામેન્ટ બાદ વિજેતા ટીમને આપવા આવતા મરઘા કે બકરાને મોતને ઘાટ ઉતારી તેની મિજબાની કરાતી હોય છે, ત્યારે વિજયનો ઉત્સવ મૂંગા પશુઓને મોત આપી જયાફત ઉડાવી કરવામા આવે છે. 12 જાન્યુઆરીએ બનેલી ઘટના બાદ 7 મરઘી અને 1 બકરો જીવિત હશે કે કેમ એ પણ એક સવાલ છે. આ ઘટનાએ હાલ દરેક ગામોમાં ચકચાર મચાવી દીધી છે. વળી જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. તેમજ આયોજનકર્તા સામે કાર્યવાહી થાય તો પણ નવાઈ નહીં.