ETV Bharat / state

વાપીના આ ઉદ્યોગપતિએ 80 દેશનું ચલણ સંગ્રહ કર્યું છે, જાણો રસપ્રદ કહાની

વાપી: 1953માં એક 8 વર્ષના બાળકને તેમના કાકાએ આફ્રિકાના 10 પૈસાનો સિક્કો આપેલો, આ બાળકે તે સિક્કાને સાચવ્યો અને 1960માં ધોરણ 10 પાસ કરી પોતે પરદેશ ગયો ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના વિવિધ દેશનું ચલણ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે. બસ, ત્યાર પછી થી જ આ બાળક મોટો થઈને ઉદ્યોગપતિ બન્યો અને 84 દેશમાં 50 વર્ષ સુધી બિઝનેસ માટે ફરી ત્યાંની વિવિધ ચલણી નોટ તેમજ સિક્કાનો સંગ્રહ કર્યો, જેનું મૂલ્ય આજે 50 લાખ રૂપિયા છે. તો આવો જાણીએ કોણ છે આ ઉદ્યોગપતિ...

વાપીના આ ઉદ્યોગપતિએ 80 દેશનું ચલણ સંગ્રહ કર્યું છે, જાણો રસપ્રદ કહાની
author img

By

Published : Sep 24, 2019, 4:31 PM IST

મૂળ જામનગરના અને વર્ષોથી મુંબઇ-વાપીમાં રહી ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલ કાંતિલાલ લખમશી હરિયાનું નામ ખૂબ જાણીતું છે. તેમની પાસે 80 દેશોના ચલણી સિક્કા, ચલણી નોટ્સનો ખુબ મોટો સંગ્રહ છે. જે અંગે ખૂબ ઓછા લોકોને ખબર છે. વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ, સેવાકીય ક્ષેત્રે દાનવીર ગણાતા કાંતિલાલ હરિયાએ 50 વર્ષમાં 84 દેશોના પ્રવાસ કર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ વિવિધ દેશોનું ચલણ પણ એકઠું કર્યું છે. તેમની પાસે બ્રિટિશ કોઈન, ભારતીય રાજાશાહી વખતનો રૂપિયો, દુનિયાનું મોંઘમાં મોંઘુ કહેવાતું ઝિમ્બાબ્વે સહિતના દેશનું ચલણ છે.

વાપીના આ ઉદ્યોગપતિએ 80 દેશનું ચલણ સંગ્રહ કર્યું છે

આ ચલણમાં 25 આફ્રિકન દેશોનું ઉપરાંત અમેરિકા, યુરોપ, ફ્રાસનું ચલણ છે. તો, ભારતના 100 વર્ષ જુના અને બ્રિટિશ શાસનના સિક્કાઓનો પણ તેઓએ સંગ્રહ કર્યો છે. જેમાં મોટાભાગના સિક્કાઓ ચાંદીના છે. જેને તેઓએ ગોલ્ડ પ્લેટેડ કરી ખાસ બ્રિફકેસમાં સાચવી રાખ્યા છે. તેમની પાસે રહેલા આ મહામુલી ચલણની વેલ્યુ 50 લાખ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, હવે ઢળતી ઉંમરે કાંતિલાલ હરિયાએ આ મહામુલો ખજાનો પોતાના પુત્રને સાચવવા આપી દીધો છે. તેઓએ આ ચલણને માત્ર શોખ ખાતર જ એકઠું કર્યું છે. એટલે ક્યારેય તેની હરરાજી કરી પૈસા કમાવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. હાં, ક્યારેક પોતાના ટ્રસ્ટની સ્કૂલમાં તેનું એક્ઝિબિશન ગોઠવે છે. વિદ્યાર્થીઓ પણ આ અમૂલ્ય ચલણ જોઈને અભિભૂત થાય છે.

Intro:story approved by assignment desk

location :- vapi

વાપી :- 1953માં એક 8 વર્ષના બાળકને તેમના કાકાએ આફ્રિકાના 10 પૈસાનો સિક્કો આપેલો, આ બાળકે તે સિક્કાને સાચવ્યો અને 1960માં ધોરણ 10 પાસ કરી પોતે પરદેશ ગયો, ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના વિવિધ દેશનું ચલણ સંગ્રહ કરવાનો શોખ ધરાવતા હોય છે. બસ, ત્યાર પછી આ બાળક મોટો થઈને ઉદ્યોગપતિ બન્યો અને 84 દેશમાં 50 વર્ષ સુધી બિઝનેસ માટે ફરી ત્યાંની વિવિધ ચાલણી નોટ, સિક્કાનો સંગ્રહ કર્યો, જેનું મૂલ્ય આજે 50 લાખ રૂપિયા છે. આ ઉદ્યોગપતિનું નામ કાંતિલાલ લખમશી હરિયા છે. જેઓ હરિયા ગ્રૂપ ના માલિક છે, અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલ છે. ત્યારે આવો જાણીએ તેમની પાસે રહેલ 80 દેશોના ચાલણને એકઠું કરવા પાછળના રસપ્રદ પ્રસંગોને

Body:મૂળ જામનગરના અને વર્ષોથી મુંબઇ-વાપીમાં રહી ઉદ્યોગક્ષેત્રે સંકળાયેલ કાંતિલાલ લખમશી હરિયાનું નામ ખૂબ જાણીતું છે. પરંતુ તેમની પાસે 80 દેશોના ચલણી સિક્કા, ચલણી નોટ્સનો ખુબ મોટો સંગ્રહ છે. જે અંગે ખૂબ ઓછા લોકોને ખબર છે. વાપીમાં અગ્રણી ઉદ્યોગપતિ, સેવાકીય ક્ષેત્રે દાનવીર ગણાતા કાંતિલાલ હરિયાએ 50 વર્ષમાં 84 દેશોના પ્રવાસ કર્યા છે. આ પ્રવાસ દરમ્યાન તેમણે વિવિધ દેશોનું ચલણ પણ એકઠું કર્યું છે. કાંતિલાલ હરિયા પાસે બ્રિટિશ કોઈન, ભારતીય રાજાશાહી વખતનો રૂપિયો, દુનિયાનું મોંઘમાં મોંઘુ કહેવાતું ઝિમ્બાબ્વે સહિતના દેશનું ચલણ છે. ચાંદીના સિક્કાને ગોલ્ડપ્લેટેડ કરી કાંતિભાઈ તેમને સાચવી રહ્યા છે. જેનું અંદાજીત મૂલ્ય 50 લાખ છે.

પોતાના આ શોખ અંગે કાંતિલાલ હરિયાએ જણાવ્યું હતું કે 1953માં તેમના કાકા આફ્રિકા ગયા હતાં, જ્યાંથી પરત આવી તેને એક કાણાંવાળો 10 પૈસાનો સિક્કો આપ્યો, જે તેમણે સાચવ્યો, 1960માં તેઓ પોતે પરદેશ ગયા, ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના ચલણનો શોખ ધરાવે છે. એટલે તેમણે પણ પોતાન દરેક પ્રવાસ દરમ્યાન જે તે દેશના સિક્કા, નોટ્સ એક ડબ્બામાં ભેગી કરી. એક દિવસ ડબ્બો ભરાયો એટલે તેને બહાર કાઢી કોઈનના ખાસ પાઉચમાં સંગ્રહ કર્યાં. કાંતિલાલ હરિયા પાસે આવા કુલ 20 આલબમ છે. એક આલબમમાં 200 કોઈન છે. જે 1862 થી લઈને હાલના સમયના છે.

આ ચલણમાં 25 આફ્રિકન દેશોનું, અમેરિકા, યુરોપ, ફ્રાસ નું ચલણ છે. તો, ભારતના 100 વર્ષ જુના અને બ્રિટિશ શાસનના સિક્કાઓ પણ તે સંગ્રહીને બેઠા છે. જેમાં મોટાભાગના સિક્કાઓ ચાંદીના છે. જેને તેણે ગોલ્ડ પ્લેટેડ કરી ખાસ બ્રિફકેસમાં સાચવી રાખ્યા છે. તેમની પાસે રહેલા આ મહામુલા ચલણની વેલ્યુ 50 લાખ હોવાનું તેમણે જણાવ્યું હતું.

તો, તેમના આ શોખ અંગે તેમના ધર્મપત્ની કમલા કાંતિલાલ હરિયાએ જણાવ્યું હતું કે, તેઓ જે પણ દેશમાં બિઝનેસ માટે જતા ત્યાંથી આ તમામ ચલણ લાવતા હતાં. જેને અમે જુદાજુદા ઝીપલોગ બોક્સમાં ભરી એક પાઉચમાં ગોઠવ્યું, એ રીતે કુલ 10-10 શીટ ના 20 જેટલા આલબમ બનાવી તેને સાચવીએ છીએ. તેમની પાસે ઝિમ્બાબ્વેની 3 બિલિયનની મોંઘમાં મોંઘી નોટ પણ છે. તો, 1862, 1864 થી અત્યાર સુધીના અનેક સિક્કાઓ છે. પ્રાઇડ ઓફ ઇન્ડિયાના ચાંદીના સિક્કાઓને તેણે ગોલ્ડપ્લેટેડ કરી સાચવ્યા છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, હવે ઢળતી ઉંમરે કાંતિલાલ હરિયાએ આ મહામુલો ખજાનો પોતાના પુત્રને સાચવવા આપી દીધો છે. તેમણે આ ચાલણને માત્ર શોખ ખાતર જ એકઠું કર્યું છે. એટલે ક્યારેય તેની હરરાજી કરી પૈસા કમાવાની ઈચ્છા વ્યક્ત નથી કરી. હાં, ક્યારેક પોતાના ટ્રસ્ટની સ્કૂલમાં તેનું એક્ઝિબિશન ગોઠવે છે. અંને બાળકોને તે બતાવી સંતોષ મેળવે છે. વિદ્યાર્થીઓ પણ આ અમૂલ્ય ચલણ જોઈને અભિભૂત થાય છે.

bite :- કાંતિલાલ લખમશી હરિયા, દેશ-વિદેશના ચલણના શોખીન અને અગ્રણી ઉદ્યોગપતિ

bite :- કમલા કાંતિલાલ હરિયા, કાંતિલાલના પત્ની

મેરૂ ગઢવી, etv bharat, વાપી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.