ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 29 ડિસેમ્બરે વલસાડ જિલ્લાની મુલાકાતે જશે. રવિવારના રોજ પારસીઓના પવિત્ર સ્થળ ઉદવાડા ગામ ખાતે યોજાઇ રહેલા ઉદવાડા ઈરાન સા મહોત્સવના સમાપન સમારોહમાં હાજરી આપશે.
આ બાદ તેઓ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં ઉજવાઈ રહેલા રજતજયંતી મહોત્સવમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તેઓ સવારે હવાઈમાર્ગે 9:45 કલાકે દમણ એરપોર્ટ ઉપર ઉતરશે.10 વાગ્યાની આસપાસ આતશ બહેરામ અગિયારી મુકામે પહોંચશે.
10:30 કલાકે ઈરાનશા ઉદવાડા ઉત્સવમાં હાજરી આપશે. 12ઃ15 કલાકે તેઓ દમણ હેલીપેડ ખાતે પરત જશે. જ્યારે ત્યાંથી હવાઈ માર્ગે ધરમપુરના માલન પાડા હેલિપેડ ઉપર 12ઃ35 કલાકે ઉતરી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર પહોંચશે.
બપોરે 2ઃ30 મિનિટે શ્રીમદ રાજચંદ મિશનના ગુરુજી રાકેશભાઈ સાથે બેઠક કરશે. 3ઃ00 વાગ્યે શ્રીમદ રાજચંદ્ર મિશન રજતજ્યંતી મહોત્સવમાં હાજરી આપશે અને 4ઃ30 કલાકે માલનપાડ હેકીપેડ ઉપર પરત થઈ હવાઈ માર્ગે ગાંધીનગર જવા રવાના થશે
આજે શનિવારના રોજ તેમના આગમન પૂર્વે સુરક્ષાના બંદોબસ્ત ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સુરક્ષાને લઈને ચાપતો પોલીસ બંદોબસ્ત ઉદવાડા ગામ ખાતે મુકવામાં આવ્યો છે. જેમાં 5 Dysp, 6 PI, 21 PSI, 160 હોમગાર્ડ તેમજ 237થી વધુ પોલીસ કાફલો અહીં તૈનાત રહેશે.