વલસાડઃ જિલ્લામાં અનેક આશ્રમ શાળાઓ આવેલી છે. જેમાં અનેક માતા-પિતા પોતાના બાળકોને શિક્ષણ અને ભોજન મળેએ માટે આશ્રમશાળામાં અભ્યાસ અર્થે મૂકતા હોય છે પરંતુ આશ્રમ શાળામાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓ દીઠ 1500 રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવે છે. જે ગ્રાન્ટ જે તે મંડળના પ્રમુખને મળતી હોય છે.
જેમાંથી શિક્ષણ અને ભોજનની વ્યવસ્થા પ્રમુખ દ્વારા કરવાની હોય છે દરેક આશ્રમ શાળામાં ભોજન મળી રહેએ માટે સોમવારથી રવિવાર સુધીનું ભોજન સવાર સાંજ શું આપવું તે અંગે મેનુ આશ્રમ શાળામાં લગાવવાનું હોય છે. વલસાડ જિલ્લાનાં ધરમપુર ખાતે આવેલી ઉકતા ગામની આશ્રમ શાળામાં કોઈ પણ પ્રકારની મેનુ બહાર લગાવવામાં આવ્યું ન હતું. સાથે જ આશ્રમ શાળાના રસોઈ ઘરની મુલાકાત લેતા રસોઈ ઘરમાં આશ્રમ શાળાના આભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે જ મજૂરી કામ કરાવવામાં આવી રહ્યી હતી. સાથે જ વિદ્યાર્થીઓને ભોજનમાં પણ સવાર સાંજ એક જ પ્રકારનું ભોજન આપવામાં આવતું હોવાનું ખુદ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા.
આ સમગ્ર બાબતે ઉકતાં આશ્રમ શાળાના પ્રમુખ જગદીશભાઈએ કેમેરા સમક્ષ આવવાની સ્પષ્ટના પાડી એમ કહ્યું કે, અમે શિક્ષકો સાથે મિટિંગ કરીશું અને પછી તમને જાણકારી આપીશું
તો બીજી તરફ જિલ્લા આશ્રમ શાળા અધિકારીએ જણાવ્યું કે, ભોજન માટે મેનુ કાર્ડ વિદ્યાર્થીઓને વંચાયએ રીતે જાહેરમાં મૂકવાનો હોય છે. પણ જે માટે પરિપત્ર પણ છે સાથે જ બાળકોને રસોડામાં મજૂરી કામ કરાવવુંએ યોગ્ય નથી મારી સમક્ષ આવી ફરિયાદ આવી નથી જો આવી જાણકારી મળશે. તો તેવી આશ્રમ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.