વાપી: શહેરમાં ચીકુ એટલે બારે માસ મળતું મીઠું મધુરું અને સૌનું પ્રિય ફળ, પરંતુ ચીકૂમાંથી 150 જેટલી અનોખી અને અવનવી ખાદ્યચીજો બની શકે છે. જેનો ટેસ્ટ કેટલો મીઠો છે, તે જાણવું હોય તો એકવાર ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર બોરડી ગામે દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલની મુલાકાત અવશ્ય લેવી પડે. છેલ્લા સાત વર્ષથી અહીં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, ચીકુમાંથી બનાવેલી અવનવી ખાદ્યચીજો, વારલી પેઇન્ટિંગ અને મહિલાઓ માટેના શણગારની ચીજવસ્તુઓ લોકોમાં અનેરૂ આકર્ષણ ઉભુ કરી રહ્યું છે.
ગુજરાતની સરહદે અને મહારાષ્ટ્રમાં યોજાતો અનોખો ચીકુ ફેસ્ટિવલ, જુઓ વીડિયો
ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલા બોરડી ગામે દર વર્ષે ચીકુ ઉત્સવ યોજવામાં આવે છે. ચીકુ આઈસ્ક્રીમ, મીઠાઈઓ અને અનેક વિવિધતાઓ ચિકુથી 150 અન્ય અને નવીન આહાર દર વર્ષે લાખો લોકો ચીકુ ફેસ્ટિવલની મુલાકાત લે છે. રિકર એન્ટરપ્રિન્યોરશિપ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રના ઘોલાવડ તાલુકાના બોરાડી ગામના ચિકુ મહોત્સવને કારણે પર્યટક સ્થળ બનાવવામાં આવ્યું છે.
વાપી: શહેરમાં ચીકુ એટલે બારે માસ મળતું મીઠું મધુરું અને સૌનું પ્રિય ફળ, પરંતુ ચીકૂમાંથી 150 જેટલી અનોખી અને અવનવી ખાદ્યચીજો બની શકે છે. જેનો ટેસ્ટ કેટલો મીઠો છે, તે જાણવું હોય તો એકવાર ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર બોરડી ગામે દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલની મુલાકાત અવશ્ય લેવી પડે. છેલ્લા સાત વર્ષથી અહીં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, ચીકુમાંથી બનાવેલી અવનવી ખાદ્યચીજો, વારલી પેઇન્ટિંગ અને મહિલાઓ માટેના શણગારની ચીજવસ્તુઓ લોકોમાં અનેરૂ આકર્ષણ ઉભુ કરી રહ્યું છે.
Location :- બોરડી, મહારાષ્ટ્ર
વાપી :- ચીકુ!..... એટલે બારે માસ મળતું મીઠું મધુરું અને સૌનું પ્રિય ફળ, પરંતુ... ચીકૂમાંથી 150 જેટલી અનોખી અને અવનવી ખાદ્યચીજો બની શકે છે. જેનો ટેસ્ટ કેટલો મીઠો છે! તે જાણવું હોય તો એકવાર ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર બોરડી ગામે દર વર્ષે યોજાતા ચીકુ ફેસ્ટિવલની મુલાકાત અવશ્ય લેવી પડે. છેલ્લા સાત વર્ષથી અહીં ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ, ચીકુમાંથી બનાવેલી અવનવી ખાદ્યચીજો, વારલી પેઇન્ટિંગ અને મહિલાઓ માટેના સાજ શણગારની ચીજવસ્તુઓ લોકોમાં અનેરૂ આકર્ષણ ઉભુ કરી રહ્યું છે.
Body:ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર પાલઘર જિલ્લાના ઘોલવડ તાલુકાનું બોરડી ગામ દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ચીકુની મીઠાશ અને મીઠાઈ સહિતની અવનવી વેરાયટીને કારણે જાણીતું છે. બોરડી ગામ ખાતે છેલ્લા સાત વર્ષથી ખાસ ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે એક લાખ લોકો આ ચીકુ ફેસ્ટિવલની મુલાકાત લે છે. જેઓ ચીકુમાંથી બનતી મીઠાઈ, ચોકલેટ, કુલ્ફી જેવી 50થી વધુ વેરાઈટીના સ્વાદ માણે છે. અંદાજિત એક કરોડનું ટર્નઓવર ધરાવતો આ બે દિવસીય ચીકુ ફેસ્ટિવલ રુલર એન્ટરપ્રેનરશીપ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવે છે.
બોરડી ગામ સમુદ્ર કિનારે સુંદર દરિયાકાંઠો ધરાવતું ગામ છે. આ ગામને પ્રવાસન ક્ષેત્રે નામના અપાવવા માટે વર્ષ 2013થી આ વિસ્તારના ચીકુનું બ્રાન્ડિંગ કરવા માટે અને ખેતીક્ષેત્રે ચીકુના પાકને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ચીકુ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેમાં 250 જેટલા સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ચીકુ ફેસ્ટિવલમાં ચીકુ જેવા સામાન્ય ફળ માંથી જ બનેલી 50 જેટલી વેરાઈટી જેવી કે ચીકુની બરફી, પેંડા, હલવો, ચીકુની કુલ્ફી, ice cream અને મુખવાસ બનાવવામાં આવે છે.
અહીં લગાવેલા સ્ટોલમાં ચીકુની વિવિધ વેરાયટીઓનો સ્વાદ અહીં આવતા પ્રવાસીઓએ ચાખ્યો હતો. જેનો અનુભવ પણ પોતાના શબ્દોમાં વ્યક્ત કર્યો હતો. સાથે સાથે અહીંના લોકોની રીતભાત, વારલી પેઇન્ટિંગ, ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ પણ પસંદ પડી હતી. અને તેમની ખરીદી કરી હતી.
મહારાષ્ટ્રના ઘોલવડ તાલુકાના બોરડી ગામ ચીકુ ફેસ્ટિવલને કારણે ટુરિસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. અને સ્થાનિક લોકોને રોજગારી પુરી પાડવાની સાથે સાથે અતુલ્ય ભારતમાં એક આગવું સ્થાન પામ્યું છે. ચીકુ ફેસ્ટિવલ મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી શરૂ કરાયા બાદ તેમાં આદિવાસી વિકાસ સંગઠન અને અતુલ્ય ભારતે પણ આ ફેસ્ટિવલને પ્રવાસન ક્ષેત્રે બહોળી પ્રસિદ્ધિ અપાવવા ખાસ સહયોગ આપ્યો છે. ચીકુ ફેસ્ટિવલમાં ચીકુની અને ખાદ્ય વેરાયટી ઉપરાંત આદિવાસી હસ્તકલાની પણ અનેક ચીજ વસ્તુઓના સ્ટોલ, વિવિધ પ્રકારની વેજ નોનવેજ વાનગીઓના સ્ટોલ ઉપલબ્ધ કરાયા હોય મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે તેનો લાભ લઇ રહ્યા છે.
Conclusion:ત્યારે, કાંકરિયા કાર્નિવલ, કચ્છ રણોત્સવ, ડાંગ ફેસ્ટિવલ જેવા અનેક ફેસ્ટિવલના આયોજનો કરતી ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ ગુજરાતમાં પણ આવા અનોખા આયોજનો કરે તો ગુજરાત સાચા અર્થમાં અનેક લોકોને રોજગારી આપતું ઉત્સવ પ્રિય રાજ્ય બની શકે છે.
Bite :- 1, શ્વેતા, મુલાકાતી
Bite :- 2, સુપ્રિયા, મુલાકાતી
Bite :- 3, જ્યોતિ પાટીલ, ચીકુની વેરાયટી બનાવનાર
Bite :- 4, સાગર વડવોલે, મુલાકાતી
Bite :- 5, રુસ્તમ ઈરાની, ચીકુની આઈસ્ક્રીમ બનાવનાર
Bite :- 6, સુનંદા અડગા, વારલી પેઇન્ટિંગ બનાવનાર
Bite :- 7, સેજલ જૈન, મુલાકાતી
નોંધ :- bite મરાઠી ચેનલ માટે મરાઠી માં પણ છે.
મેરૂ ગઢવી, બોરડી, મહારાષ્ટ્ર, ગુજરાત