ETV Bharat / state

લોકડાઉનમાં પણ થેલેસેમિયાᅠઅને અન્‍ય દર્દીઓને 1696 યૂનિટ રક્‍ત પૂરું પાડતું વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર

author img

By

Published : May 9, 2020, 7:48 PM IST

દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ રેડ ક્રોસના પ્રણેતા હેન્રી ડયુનાટના જન્‍મ દિવસે 8 મેના રોજ મનાવવામાં આવે છે. આ વાર્ષિક દિવસનો મુખ્‍ય હેતુ ‘‘આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ ક્રેસન્‍ટ આંદોલન'' ઉજવણી કરવાનો છે. દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્‍વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે. રેડક્રોસ સોસાયટીનું મિશન પ્રેરણા, પ્રોત્‍સાહન આપવાનું છે. જેથી બધા સમયે અને બધી રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ કરીને માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી શકાય.

blood provided to thalassemia and other patient in lock down period
થેલેસેમિયાᅠઅને અન્‍ય દર્દીઓને 1696 યુનિટ રક્‍ત પૂરું પાડી માનવતાની મહેક પ્રસરાવતું વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર

વલસાડઃ એક સર્વે અનુસાર દુનિયાના 10 ટકાથી પણ વધારે લગભગ દોઢ લાખ થેલેસેમીયા દર્દીઓ ભારતમાં છે. દર વર્ષે ભારતમાં 10 હજાર થેલેસેમીયા પીડિત બાળકો ઉમેરાતા જાય છે. જેમાં ગુજરાત અને વલસાડ જિલ્લો પણ એમાંથી બાકાત નથી. વલસાડ જિલ્લામાં પણ વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર ખાતે લોહી લેવા આવતા થેલેસેમીયાના 60થી વધુ દર્દીઓ નોંધાયેલાᅠછે. જેમને દર મહીનેᅠનિયમિત રક્‍તની જરૂરᅠપડે છે. જે દરેક સમાજ માટે ઘણી જ ગંભીર બાબત ગણી શકાય.

ગુજરાતમાં સિંધી, લોહાણા, ભાનુશાળી, બ્રાહ્મણ, મુસ્‍લિમ, આહીર, હરીજન, જેવા સમાજમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વારસાગત અને જનીનિક ખામીને કારણે ઉદભવતી ગંભીર બીમારી વિશે જાણતા હોઈએ તો આપણી ફરજ બને છે કે જ્યારે જ્યારે સમાજમાં પસંદગી મેળા, સ્‍નેહ મિલન કે લગ્ન પ્રસંગે ભેગા થઇએ ત્‍યારે આ ગંભીર બીમારી વિશે પુરી જાણકારી આપીએ. જન્‍માક્ષર કરતા આવા રોગ વિશેના રિપોર્ટ મેળવી ભાવી પેઢીમાંથી ધીમે ધીમે આ રોગને આવતો અટકાવીએ. કોરોનાના કહેર વચ્‍ચે નિયમિત લોહીની જરૂરવાળા દર્દીઓ, જેવા કે, થેલેસેમિયા, સિકલસેલ એનીમિયા, કેન્‍સર, હિમોફિલિયા અને સગર્ભા બહેનોનીᅠજિંદગી બચાવવા માટે સમયસર રક્‍ત મળી રહે તે માટે વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર લોકડાઉનમાં પણ ૪પ દિવસથી સતત સેવાભાવી સ્‍ટાફના સથવારે ખડેપગેᅠ૨૪ કલાક કાર્યરત છે.

જરૂરિયાતમંદ દર્દીઓને માટે આશીર્વાદ રૂપ બની રહી છે. વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના માનદ્‌ મંત્રીᅠડૉ. યઝદી ઈટાલીયાએ વિશ્વ થેલેસેમિયા દિવસે સૌ થેલેસેમિયાના દર્દીઓના સુખમય અને નિરામય જીવન માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્‍યુંᅠછે કે, સરકારના નોટિફિકેશન અન્‍વયે કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા ઘરની બહાર ના નીકળવું જોઇએ. પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્‍તદાન પણ એટલું જ આવશ્‍યક છે.હાલના સંજોગોમાં કોરોના વાઈરસની મહામારીને પરિણામે સમગ્ર વિશ્વ ગંભીર પરિસ્‍થિતિમાંથી પસાર થઇ રહયું છે. ત્‍યારે સ્‍વૈચ્‍છિક રક્‍તદાન તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રક્‍ત મેળવવાની પ્રવૃતિઓમાં ગંભીર અસર જોવા મળી છે.

સરકારનાᅠનોટીફીકેશન અન્‍વયેᅠ17 મે સુધી રક્‍તદાન શિબિરનું આયોજન શક્‍ય નથી. ફક્‍ત એ.સી. મોબાઈલ બ્‍લડ કલેક્‍શન વાનમાં જ નાના નાના રક્‍તદાન શિબિરોની મંજૂરી અન્‍વયે દરેક પ્રકારના સાવચેતીના પગલાં સાથે રક્‍તદાન કેન્‍દ્ર પર કે વાનમાં રક્‍તદાન શિબિર કરવાની અપીલને વલસાડની જનતાએ અને સ્‍વૈચ્‍છિક રક્‍તદાન શિબિર આયોજકોએᅠખૂબ બહોળો પ્રતિસાદ આપયો છે.

હાલ પર્યંત રક્‍તદાન કેન્‍દ્ર ઉપર 629 યુનિટ અને એ.સી. મોબાઈલ બ્‍લડ કલેક્‍શન વાનમાં 18 કેમ્‍પ થકી 1042 યુનિટ મળી કુલ 1671 યુનિટ રક્‍તદાન મેળવી શક્‍યા જે માટે અમે સૌ રકતદાતાઓના અને રક્‍તદાન શિબિર આયોજકોના આભારી છીએ.

હાલના લોકડાઉનના કપરાᅠસમયે 45 દિવસમાંᅠનિયમિત રક્‍તની જરૂરિયાતવાળા દર્દીઓને રક્‍ત અને રક્‍ત ઘટકોનોᅠપૂરવઠો પૂરો પાડવા માટે સ્‍ટાફ 24 કલાક કાર્યરત છે. હાલ પર્યંત સરકારી હોસ્‍પિટલોમાં 262 યુનિટ સગર્ભા બહેનો માટે, 14 યુનિટ કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને અને અન્‍ય દર્દીઓને 333 યુનિટ, 96 થેલેસેમિયાના દર્દીઓને, 53 સિકલસેલ ડીસીઝ દર્દીઓને મળી કુલ 758 યુનિટ તથા 764 યુનિટ ખાનગી દવાખાનામાં દાખલ દર્દીઓને તથા વલસાડ અને ડાંગ જિલ્લામાં કાર્યરત 10 સ્‍ટોરેજ સેન્‍ટરોમાં કુલ 160 યુનિટ અને 14 સિંગલ ડોનર પ્‍લેટલેટᅠમળી કુલ 1696 રક્‍ત અને રક્‍ત ઘટકો વિતરણ કરવામાંᅠઆવ્‍યા છે. જેનો સમગ્ર શ્રેય વલસાડનાᅠરક્‍તદાન માટે ઉત્‍સુક રક્‍તદાતાઓ, રક્‍તદાન શિબિર આયોજકો અને 24 કલાક કાર્યરત સ્‍ટાફ (કોરોના વોરીયર)ના સિંહફાળાને જાય છે. જે માટે વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના ટ્રસ્‍ટી મંડળે સૌનો આભાર માની ભવિષ્‍યમાં પણ આવા જ સુંદર સહકારની અપેક્ષા રાખીᅠવધુને વધુ રક્‍તદાન માટે અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.