ETV Bharat / state

વાપી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપના કનું દેસાઈના હસ્તે મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડનું ઉદ્ઘાટન કરાયુ - મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડનુ ઉદ્ઘાટન

વાપી નગરપાલિકામાં આગામી 28મી નવેમ્બરે યોજાનાર મતદાન (Vapi municipal elections) સંદર્ભે ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ગુરુવારે રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈના (Kanu Desai) હસ્તે મધ્યસ્થ કાર્યાલય સાથે તમામ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કમોસમી વરસાદ પણ વરસતો હોય તેને ભગવાને આશીર્વાદ આપ્યા હોવાનું જણાવી આ વખતે પાલિકાની તમામ 44 બેઠકો જીતવાનો વિશ્વાસ કનું દેસાઈએ વ્યક્ત કર્યો હતો.

વાપી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપના કનું દેસાઈના હસ્તે મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડનું ઉદ્ઘાટન કરાયુ

author img

By

Published : Nov 19, 2021, 1:45 PM IST

  • વાપીમાં ભાજપે મધ્યસ્થ કાર્યાલય સહિત વોર્ડના કાર્યાલયને ખુલ્લા મુક્યા
  • કનુભાઈ દેસાઈના હસ્તે કાર્યાલયનું ઉદઘાટન કરાયુ
  • વરસતા વરસાદમાં કાર્યકરો સાથે કર્યું કાર્યાલયનું ઉદ્ઘાટન

વાપી :- વાપી નગરપાલિકામાં 28મી નવેમ્બરે મતદાન (Vapi municipal elections) થવાનું છે. પાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીઓ જંગ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી 16મી તારીખે તમામ ઉમેદવારો જાહેર કરાયા બાદ ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી ગુરુવારે ભાજપના ધારાસભ્ય અને નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના (Kanu Desai) હસ્તે મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડના તમામ કાર્યાલયનું ઉદ્ઘાટન (inauguration 11 wards, central office) કરવામાં આવ્યું હતું.

વાપી નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ભાજપના કનું દેસાઈના હસ્તે મધ્યસ્થ કાર્યાલય સહિત 11 વોર્ડનું ઉદ્ઘાટન કરાયુ

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

તમામ બેઠક જીતવા ભગવાને આશીર્વાદ આપ્યા

ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી જણાવ્યું હતું કે, વરસાદી માહોલમાં આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે, ત્યારે વાપી નગરપાલિકાની તમામ 44 બેઠકો જીતવા માટે ભગવાને પણ આશીર્વાદ આપ્યા છે.

તમામ બેઠક પર જીત મેળવીશું: કનું દેસાઈ

કનુદેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે ગત વખતે નોટબંધી હોવા છતાં પણ ભાજપે 44માંથી 41 બેઠક મેળવી હતી. જ્યારે આ વખતે વિકાસની વાત છે, અને વિકાસના આગામી દિવસોમાં કરવામાં આવનાર તમામ કામોની જવાબદારી લઈને 44માંથી 44 બેઠક પર જીત મેળવીશું.

આ પણ વાંચો: Ahmedabad Municipal Corporation ખાનગી સંસ્થા સાથે મળી 100 વર્ષ જૂની 50 પોળોનો કરશે વિકાસ

વડાપ્રધાન મોદીના સૂત્ર સાથે કરશે ચૂંટણી પ્રચાર

ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી આપેલ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સૂત્રના પ્રયાસોથી વિજય મેળવવાનો આશાવાદ ભાજપે સેવ્યો છે. કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશમંત્રી શીતલબેન, મધુભાઈ, વલસાડ જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ અને વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.