ETV Bharat / state

સેલવાસમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થનારી નેતાજી સુભાષચંદ્ર બોઝ એકેડમીનું ભૂમિપૂજન કરાયું

author img

By

Published : Jan 25, 2021, 10:38 AM IST

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મોટા રાંધા ક્ષેત્રમાં રવિવારે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમીના ભવન નિર્માણનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ, વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાનના સંગઠન મંત્રી અને સંતો-મહંતોએ હસ્તે આ ભૂમિપૂજન કર્યું હતું. આ એકેડમીનું બાંધકામ વર્ષ 2022માં પૂર્ણ થયા બાદ અહીં વિદ્યાર્થીઓને મિલિટરી તાલીમ આપવામાં આવશે.

સેલવાસમાં રૂ. 50 કરોડના ખર્ચે તૈયાર થતી નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમીનું ભૂમિપૂજન કરાયું

  • દાદરાનગર હવેલીમાં બનશે નવી સૈનિક સ્કૂલ
  • દાદરાનગર હવેલીના પ્રશાસકે સ્કૂલનું કર્યું ભૂમિપૂજન
  • વર્ષ 2022 સુધી સ્કૂલ બનીને તૈયાર થઈ જશે
  • વિદ્યાર્થીઓને અહીં અપાશે મિલિટરી તાલીમ

સેલવાસઃ કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીના મોટા રાંધા ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સૈનિક સ્કૂલનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. આ સૈનિક સ્કૂલ નેતાજી સુભાસચંદ્ર બોઝના નામે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમી રાખવામાં આવ્યું છે, જેનું રવિવારે દાદરાનગર હવેલીના પ્રશાસક, વિદ્યા ભારતી સંસ્થાના આગેવાનો, સંતો મહંતો, ઉદ્યોગપતિઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

ભૂમિપૂજનમાં હાજર તમામ મહાનુભાવોએ બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવાની પહેલ કરી

ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ, વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાનના સંગઠનમંત્રી પ્રકાશચંદ્રજી, બગદાણા બાપા સીતારામ આશ્રમના મનજીબાપા, સ્વામિનારાયણ મંદિર સેલવાસના ચિન્મય સ્વામી, વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશના પ્રમુખ ડૉ. સુભાષ દવે, આરએસએસના ગુજરાત પ્રાન્ત કાર્યવાહક યશવંત ચૌધરી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. તમામે રાષ્ટ્રહિતમાં થનારા ફાયદા, દેશના બાળકોમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કરી રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાની આ પ્રથમ પહેલ હોવાનું જણાવ્યું હતું. વિદ્યા ભારતી સંસ્થા દેશના 28 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં કાર્યરત્ છે.

આઝાદીના 75માં વર્ષની ઉજવણી સાથે શાળાનું ઉદ્ઘાટન

આ એકેડમીના સંકુલનું નિર્માણ કાર્ય આગામી વર્ષ 2022માં પૂર્ણ કરવામાં આવશે. દેશના આઝાદીના 75મા વર્ષની ઉજવણી સાથે અહીં કેન્દ્રશાસિત પ્રદેશ, વલસાડ જિલ્લાના અને મહારાષ્ટ્ર રાજ્યના આદિવાસી બાળકો શાળા અભ્યાસ સાથે સૈનિક તાલીમ મેળવી શકે તે માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

તમામ દાતાઓનું બહુમાન કરાયું

રૂ. 50 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ એકેડમી માટે દાદરા નગર હવેલી, વલસાડ જિલ્લાના અને સમગ્ર ગુજરાતના ઉદ્યોગપતિઓ તરફથી સહયોગ મળી રહ્યો છે. આ અંગે મુખ્ય દાતાઓનું પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2022 સુધી સ્કૂલ બનીને તૈયાર થઈ જશે
અનેક અગ્રણીઓની હાજરીમાં એકેડમીનું કરાયું ભૂમિપૂજન

આ મિલિટરી એકેડમિના ભૂમિપૂજન કાર્યક્રમમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમી કમિટીના બદરૂદ્દીન હાલાણી, મંત્રી પરમેન્દ્ર પરમાર, વિદ્યા ભારતી સંસ્થાના કાર્યકરો, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યકરો, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ, સાંસદ, વલસાડ જિલ્લાના સાંસદ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.