ETV Bharat / state

VAPI NEWS : સેલવાસથી દમણ લઈ જતા 100 કિલો ગૌમાંસ સાથે પતિ પત્નીની થઈ ધરપકડ - પતિ પત્નીની થઈ ધરપકડ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અગ્નિવીર ગૌરક્ષકની ટીમે આપેલી બાતમી આધારે ભિલાડ પોલીસે એક ઇકો કારને અટકાવી તેમાં તલાશી લેતા 100 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે ઇકો કારમાં સવાર પતિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Beef : સેલવાસથી દમણ લઈ જતા 100 કિલો ગૌમાંસ સાથે પતિ પત્નીની થઈ ધરપકડ

author img

By

Published : Apr 2, 2023, 10:42 PM IST

Beef : સેલવાસથી દમણ લઈ જતા 100 કિલો ગૌમાંસ સાથે પતિ પત્નીની થઈ ધરપકડ

વાપી : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ પોલીસની ટીમે બાતમીવાળી ઇકો કારને અટકાવી કારમાં ચેક કરતા કારમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. ઇકો કારમાંથી અલગ અલગ થેલીઓમાં ગૌમાંસના જથ્થા સાથે 1 પુરુષ અને એક મહિલાની અટકાયત કરી હતી. ભિલાડ પોલીસે FSLની ટીમની મદદ લઈને ગૌમાંસ છે કે કેમ તેની ચકાસણી કરતા તેને પુષ્ટિ મળી છે કે આ 100 કિલો જેટલું માંસ ગૌમાંસ છે.

આ પણ વાંચો : Vapi News : વાપીના સરીગામમાં બસ ચાલકને માર મારનાર 4 આરોપીઓની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ

ઇકો કારમાંથી મળ્યું ગૌમાંસ : વલસાડ જિલ્લાના ઉમરગામ અગ્નિવીર ગૌરક્ષકની ટીમને મળેલી બાતમીના આધારે ગૌરક્ષકોએ ભિલાડ પોલીસને ગૌમાંસની તસ્કરી થતી હોવાની બાતમી આપી હતી. જે અંગે DYSP બી.એન. દવેએ જણાવ્યું હતું કે, આ બાતમી આધારે ભિલાડ પોલીસની ટીમેં વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન એક ઇકો કાર નં. GJ-15-CM-6658ને અટકાવી ચેક કરતા કારમાં મુકેલા થેલામાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. તિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : આકાંક્ષા દુબેના મોત પહેલા પોલીસને CCTV ફૂટેજ મળ્યા, હવે આ લોકો શંકાના દાયરામાં

પોલીસે પતિ પત્નીની કરી ધરપકડ : ભિલાડ પોલીસે માંસના જથ્થા સાથે મિજમીલ મોહમ્મદ યુનિસ નામના ઇસમી અને તેની પત્નીની અટકાયત કરી છે. પકડાયેલ ઇસમ મૂળ વલસાડનો વતની છે. હાલમાં તે દમણ રહેતો હોય સેલવાસથી આ માંસનો જથ્થો કારમાં ભરી દમણ લઈ જતો હતો. માંસના સેમ્પલ લઈ FSL દ્વારા ચકાસણી કરતા અલગ અલગ થેલામાં ભરેલ 100 કિલો ગૌમાંસ હોવાની પુષ્ટિ થઈ છે. જેથી ભિલાડ પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભિલાડ પોલીસ મથકની હદમાં આ પહેલા પણ ઉમરગામ તાલુકાના વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયો ને ઘેનના ઇન્જેક્શન આપી વાહનોમાં ભરી લઈ જતા અને તેની કતલ કરી તેના માંસને વેંચતી મહારાષ્ટ્રની ગેંગને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat Crime: ભિખારીના વેશમાં લાખોની ચોરી કરનાર કંજર ગેંગની 6 મહિલાઓની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.