ભિલાડ: પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને બાતમી આધારે મોહનગામ જંબૂરી ચેકપોસ્ટ પાસે એક ઈનોવા કારને અટકાવી કારમાં તપાસ કરતા દમણ બનાવટની વિસકી બિયરની 775 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ સાથે કારમાં સવાર હિતેશ કાંતિ પટેલ અને કિરણ રામ પટેલની અટક કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર ચીખલીના લાલુને તથા દારૂનો જથ્થો મોકલનાર દમણના જીગર નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસે 5 લાખની કિંમતની ઈનોવા કાર તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા 10,000 અને દારૂની 73,100 રૂપિયા કિંમત કુલ 5,83,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.