ETV Bharat / state

20 વર્ષ પછી મળ્યો વિધવા સહાય યોજનાનો લાભ, 1999માં વાવાઝોડામાં 64 માછીમારો લાપતા થયા હતાં - Benefits of widow assistance

વલસાડઃ ભાજપ દ્વારા પંડિત દિનદયાળ ઉપધ્યાયના જન્મ દિવસની ઉજવણીની ભાગરૂપે સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરાઈ હતી. વલસાડ જિલ્લા પ્રમુખ દ્વારા પારડી તાલુકાના ઉમરસાડી ગામની 64 મહિલાઓને બુધવારે વિધવા પેન્સનના ઓર્ડર અપાયા હતાં. ઓર્ડર મેળવાનાર તમામ વિધવા મહિલાઓના પતિ માછીમારી કરતા હતાં. તેઓ કચ્છ અને પોરબંદર દરિયા કિનારે વર્ષ 1999માં ત્રાટકેલા વાવાઝોડામાં લાપતા થયા હતાં. 1999 પછીના 10 વર્ષ તેમના પતિઓના મરણના દાખલા મેળવવામાં ગયા. બાકીના 10 વર્ષ સરકારી યોજનાનો લાભ મેળવવામાં ગયા. 20 વર્ષ પછી તેમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે.

20 વર્ષ પછી મળ્યો વિધવા સહાય યોજનાનો લાભ, 1999માં વાવાઝોડામાં 64 માછીમારો લાપતા થયા હતાં
author img

By

Published : Sep 26, 2019, 5:37 AM IST

પારડી તાલુકાના ઉમરસાડી ગામે રહેતા મોટાભાગના લોકો માછીમારી કરી રોજગાર મેળવે છે. 1999માં આવેલા વાવાઝોડાનાં કારણે કંડલા અને વેરાવળ બંદરેથી માછીમારો લાપતા થયા હતા. તે સમયે વાવાઝોડાના કારણે અંદાજિત 1774 લોકો લાપત્તા થયા હતા. જેમાં પારડીના ઉમરસાડીના ગામના પણ 100 માછીમારો લાપત્તા થયા હતા. એ તમામ માછીમારોની પત્નીઓ વિધવા થઈ હતી. પરંતુ તેમને મરણના દાખલા નહીં મળતા સરકારી લાભો મેળવવા તેમને ઘણી હાલાકી ભોગવવી પડતી હતી.

20 વર્ષે મળ્યો વિધવા સહાય યોજનાનો લાભ, 1999માં વાવાઝોડામાં 64 માછીમારો લાપતા થયા હતાં

માછીમહાજન પંચ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈની મહેનત બાદ આ કિસ્સો કોર્ટમાં પોહચ્યો હતો. કોર્ટે આ વિવાદના નિર્ણય લેવાની સત્તા પ્રાંત કચેરી ઉપર છોડી હતી. આખરે પ્રાંત અધિકારી દ્વારા 64 જેટલી બહેનોને તેમના પતિના મરણના પ્રમાણપત્રો અપાયા હતા. આ પ્રમાણપત્ર મળ્યા પછી તેમને વિધવા પેન્સન યોજનાના ઓર્ડર મળ્યા હતા. પૂર્વ કેબિનેટ પ્રધાન આત્મારામ પરમારના હસ્તે ઉમરસાડી લક્ષ્મીનારાયણ મંદિરના હોલમાં યજાયેલા કાર્યક્રમમાં 64 મહિલાઓને ઓર્ડર વિતરણ કરાયા હતા. આ તમામ મહિલાઓને તેમના બેન્ક એકાઉન્ટમાં 1250 રુપિયાની સહાય દર મહિને મળશે.

Intro:પંડિત દિન દયાળ ઉપધ્યાયના જન્મ દિવસના ઉપલક્ષ્ય માં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કામગીરી કરવાની હોય વલસાડ જિલ્લા પ્રમુખ દ્વારા પારડી તાલુકાના ઉમરસાડી ગામે 64 જેટલી મહિલાઓ ને આજે વિધવા પેન્સન ના ઓર્ડર એનયત કરવામાં આવ્યા હતા ઓર્ડર મળવાનાર તમામ વિધવા મહિલાઓ ના પતિ માછીમારી કરતા હોય તેઓ 1999 માં આવેલ કચ્છ અને પોરબંદર દરિયા કિનારે ત્રાટકેલા વાવાઝોડા ને પગલે લાપતા થયા હતા જેથી છેલ્લા 10 વર્ષ ઉપરાંત થી આ મહિલાઓ ને તેમના પતિના મરણનો દાખલો મળી રહ્યો નોહતો જોકે આ સમગ્ર સમસ્યા મુશ્કેલી દૂર કરવા કોર્ટ અને ત્યાર બાદ પ્રાંત કચેરીની ભલામણ દ્વારા હવે 10 વર્ષ બાદ તેમને મરણના દાખલા મળતા તેઓ ને વિધવા સહાય પેન્સન સ્કીમનો લાભ મળ્યો અને આજે 64 બહેનોને પેન્સન યોજના ના ઓર્ડર આપવામાં આવ્યા હતા

Body:પારડી તાલુકાના ઉમરસાડી ગામે રહેતા મોટાભાગના લોકો માછીમારી કરી રોજગાર મેળવે છે સને 1999 માં આવેલ સીવીયર વાવાઝોડા ને પગલે કંડલા અને વેરાવળ બંદરે પોતાની બોટ સાથે પોહચેલા માછીમારો ત્રાટકેલા વાવાઝોડા માં લાપત્તા થયા હતા તે સમયે વાવાઝોડાના પગલે અંદાજિત 1774 લોકો લાપત્તા થયા હતા જેમાં પારડી ના ઉમરસાડીના ગામના પણ 100 માછીમારો લાપત્તા થયા હતા એ તમામ માછીમારોની ધર્મપત્નીઓ જે વિધવા થઈ હતી એ તમામ ને મરણ ના દાખલ મળી શકે એમ ન હોય અનેક સરકારી કામોમાં તેઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જોકે માછીમહાજન પંચ અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ ની મહેનત બાદ આ સમગ્ર કિસ્સો કોર્ટ માં પોહચ્યો હતો અને કોર્ટે પણ સમગ્ર બાબતે ને પ્રાંત કચેરી ઉપર છોડતા આખરે પ્રાંત અધિકારી દ્વારા 64 જેટલી બહેનોને મરણ ના પ્રમાણ પત્રો આપવામાં આવ્યા હતા અને તે બાદ હવે પ્રમાણ પત્રો મળતા તેમને સરકાર શ્રી ની વિધવા પેન્સન યોજના ના ઓર્ડર મળ્યા હતા જેનું વિતરણ પૂર્વ કેબિનેટ પ્રધાન આત્મારામ પરમાર ના હસ્તે કરવામાં આવ્યું હતું ઉમરસાડી લક્ષ્મીનારાયણ મંદિર ના હોલ માં યોજાયેલા કાર્યક્રમમાં 64 મહિલાઓ ને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા આ તમામ મહિલાઓ ને હવે તેમના સીધા બેન્ક એકાઉન્ટ માં 1250 રૂપિયા સહાય દર માસે મળશે

Conclusion:નોંધનીય છે કે 1999 માં કચ્છ માં ત્રાટકેલુ વાવાઝોડું 102 કિમીની ઝડપે ત્રાટક્યું હતું જેમાં 453 લોકોના મોત થયા હતા 1774 લોકો લાપત્તા થયા હતા

બાઈટ 1 કનુભાઇ દેસાઈ ધારાસભ્ય પારડી

બાઈટ 2 જ્યોતિબા પ્રાંત અધિકારી પારડી

બાઈટ 3 નલિની બહેન (લાભાર્થી વિધવા)

બાઈટ 4 ડો. કે સી પટેલ (સાંસદ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.