ETV Bharat / state

કોરોના સામે 25 દિવસે સ્વસ્થ થતાં દર્દીએ કહ્યું, 'જિંદગીનો મોટો જંગ જીત્યો છુ' - વાપીના સમાચાર

કોરોના કાળમાં એવા અનેક દર્દીઓ છે. જેમના માટે તબીબો, હોસ્પિટલ સ્ટાફ, પરિવાર અને મિત્રો સાચા અર્થમાં ઈશ્વરીય દૂત બનીને મદદરૂપ થયા હતા. આવા જ સપોર્ટથી વાપીના દક્ષેશ કિડેચા કોરોનાને હરાવવામાં સફળ થયા છે. જનસેવા હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને ટ્રસ્ટીઓ માટે દક્ષેશે જણાવ્યું હતુ કે તેઓ આ તમામના ઋણી છે, ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, નવું જીવન આપનાર આ હોસ્પિટલનું ઋણ ચૂકવી શકે એટલી શક્તિ આપે.

કોરોના સામે 25 દિવસે સ્વસ્થ થતાં દર્દીએ કહ્યું, 'જિંદગીનો મોટો જંગ જીત્યો છુ'

author img

By

Published : May 22, 2021, 10:27 PM IST

  • તબીબ તરીકે આત્મસંતોષ થયો છે કે એક ગંભીર દર્દીને સ્વસ્થ કર્યોઃ ડોક્ટર
  • વાપીના દેસાઈવાડમાં રહેતો દક્ષેશ સામાન્ય પરિવારમાંથી આવે છે
  • દક્ષેશ કોરોના સંક્રમિત થયો હતો
  • હોસ્પિટલના સ્ટાફનો ઋણી રહીશઃ દક્ષેશ

વાપી: એપ્રિલ મહિનાની 16મી તારીખે વાપીના દેસાઈવાડમાં રહેતા દક્ષેશ કીડેચાને કોરોના થયો હતો. તેને વાપીની શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દક્ષેશની હાલત ક્રિટિકલ હતી. ઓક્સિજન 40 આસપાસ હતું, સિટીસ્કેનમાં સ્કોર 25/25 હતો, ફેફસામાં 100 ટકા ઇન્ફેક્શન હતું. તેમ છતાં હોસ્પિટલ ટ્રસ્ટી નિમેષ વશી, જનસેવાના ફિઝિશયન ડૉ. ગજેન્દ્ર બલાત અને નર્સિંગ સ્ટાફ દ્વારા વેન્ટિલેટર પર સારવાર આપી 25 દિવસે સંપૂર્ણ સ્વસ્થ કર્યો છે.

કોરોના સામે 25 દિવસે સ્વસ્થ થતાં દર્દીએ કહ્યું, 'જિંદગીનો મોટો જંગ જીત્યો છુ'

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4,205 પોઝિટિવ કેસ નોંધાયા, 54 દર્દીના થયા મૃત્યુ

'ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ હોસ્પિટલનું ઋણ ચૂકવી શકું

'ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ હોસ્પિટલનું ઋણ ચૂકવી શકું' આ શબ્દો કોરોના સામે જંગ જીતી નવું જીવન પામેલા દક્ષેશ કિડેચા નામના દર્દીના છે. દક્ષેશને ગત એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો ત્યારે તેને વાપીની શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દક્ષેશની હાલત ક્રિટિકલ હતી.

દક્ષેશના બચવાના કોઈ ચાન્સ નહોતા

દક્ષેશની શરૂઆતની હાલત અંગે ડૉ. ગજેન્દ્ર બલાતે જણાવ્યું હતુ કે, તેના બચવાના કોઈ ચાન્સ નહોતા, તેમ છતાં તેને સતત હિંમત આપી દક્ષેશે પણ સારવારમાં સંપૂર્ણ સહકાર આપ્યો અને સ્વસ્થ થયો. આજે તેને સ્વસ્થ જોઈને તેમને પણ ખુશી થાય છે. સાથે જ એક તબીબ તરીકે આત્મસંતોષ થયો છે કે એક ગંભીર દર્દીને તેમણે સ્વસ્થ કર્યો અને સમાજ માટે ઉપયોગી બન્યા.

હોસ્પિટલ સ્ટાફ, પરિવારની હુંફથી નવી જિંદગી મળી છે

વાપીના દેસાઈવાડમાં રહેતો દક્ષેશ સામાન્ય પરિવારમાંથી આવે છે. કોરોનાની સારવારનો અનુભવ તેમના માટે જિંદગીભરનું સંભારણું છે. તે માને છે કે તેનો નવો જન્મ થયો છે અને આ જિંદગી તેને તેમના પરિવાર, મિત્રોની હૂંફ થકી તેમજ જનસેવાના તબીબો તથા નર્સિંગ સ્ટાફની અથાગ સારવાર માટેની મહેનત થકી મળી છે. જિંદગીનો મોટો જંગ જીત્યો હોવાની લાગણી અનુભવે છે.

આ પણ વાંચોઃ જામનગરમાં કોરોનાના ભયથી અનેક લોકો માનસિક રોગના ભોગ બન્યા

વેન્ટિલેટર ઉપર અનેક વિચારો આવતા હતાં

દક્ષેશને 5 દિવસ સુધી વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી હતી. તેની સારવાર માટે હોસ્પિટલ સ્ટાફે ખૂબ મહેનત કરી હતી. વેન્ટિલેટર પર અનેક વિચારો આવતા હતાં, તબીબોની સલાહ તેને સખ્તાઈ લાગતી હતી પરંતુ જ્યારે સંપૂર્ણ સ્વસ્થ થયો ત્યારે તે સખ્તાઈ માતા-પિતા જેવી લાગણીભરી લાગી હતી. અન્ય દર્દીઓને અપીલ કરતા દક્ષેશ જણાવે છે કે, જો દરેક દર્દી હોસ્પિટલ સ્ટાફને સહયોગ આપે તો તે તેમના માટે જ સ્વસ્થ થવામાં મદદરૂપ થશે. સારવાર દરમિયાન જોયું હતુ કે ઘણા દર્દીઓ હોસ્પિટલ સ્ટાફને સહકાર નહોતા આપતા, માસ્ક કાઢી નાખતા હતાં, ઓક્સિજન કાઢી નાખતા હતા. તેમ છતાં એક સાથે 150થી વધુ દર્દીઓને હસતા મોઢે સારવાર આપતા હતાં.

કોરોના લાગુ પડે તો સહકાર આપજો

કોરોના જેવી મહામારીની સામે જીત મેળવવા માટે દક્ષેશ જણાવે છે કે જ્યારે પણ આવી બીમારી લાગુ પડે ત્યારે જો તેને તેના પરિવારનો, સગા સબંધીઓનો, મિત્રોનો સહકાર મળે, દર્દી પોતે હોસ્પિટલ સ્ટાફને સહકાર આપે તો તે ચોક્કસ સંપૂર્ણ સ્વસ્થ થઈ શકે છે. તેમની બીમારી વખતે તેમને તેમના પરિવાર અને મિત્રોનો ખૂબ સહકાર રહ્યો છે. તેમના સપોર્ટથી જ આ જંગ તેઓ જીત્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

દક્ષેશનું માનવું છે કે તે સ્વસ્થ થયો તેમાં હોસ્પિટલનો સહકાર ખૂબ સારો રહ્યો

દક્ષેશ માને છે કે તે સ્વસ્થ થયો તેમાં હોસ્પિટલનો સહકાર ખૂબ સારો રહ્યો તે આ હોસ્પિટલનો ઋણી છે, જીવનમાં ક્યારેક તેમને મોકો મળશે તો તે આ ઋણ ચૂકવવા માટે કોઈ પાછીપાની નહિ કરે. હોસ્પિટલના સ્ટાફે નવી જિંદગી આપી છે. એનું ઋણ તેઓ ચૂકવશે ત્યારે જ તેનો સાચો આભાર માન્યો ગણાશે, ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે તે આ ઋણ ચૂકવી શકે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતુ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.