વલસાડઃ જિલ્લાના આંબા જંગલ ગામની એક મહિલા 15 માર્ચના રોજ સુરત કોઈ કામ અર્થે ગઈ હતી. જ્યારે તે પરત ફરી ત્યારે તેને શરદી અને તાવ જણાતા તે સરકારી હોસ્પિટલ ખાતે પોતાની સારવાર માટે પહોંચી હતી. જોકે તે દરમિયાન તેને 5 દિવસથી ખાંસી, ગાળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, શરદી, ઉધરસ જેવા (કારોના) લક્ષણો દેખાઈ આવતા દાબખલ ગામના તબીબે આ મહિલાને વિના વિલંબે એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી હતી.
જોકે તેને લઈ જવા માટે આવેલા આરોગ્ય કર્મચારી વિશેષ તકેદારીના ભાગ રૂપે સેફ્ટી સુટમાં આવ્યા હોય લોકોને એવો ચોક્કસ ભય બેસી ગયો હતો કે, મહિલાને નક્કી કોરોના થયો છે. જોકે અહીં જ્યાં સુધી કોઈ તેના તપાસના રિપોર્ટ ન આવે ત્યાં સુધી કઈ પણ કહી શકાય તેમ નથી. હાલ તેને શંકાસ્પદ લક્ષણોને લઈ વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
નોંધનિય છે કે, વલસાડ જિલ્લામાં 1.25 લાખ લોકોને સર્વે 1112 જેટલા સભ્યોની ટિમ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.