ETV Bharat / state

વાપીમાં ટ્રાફિક વચ્ચે ખાનગી કંપનીની બસમાં ઘૂસ્યો સાપ

વાપીની એક ખાનગી કંપનીની બસમાં મહિલા સ્ટાફને મુકવા જતા સમયે રસ્તા પર અચાનક સાપ આવી ગયો હતો. જે બાદમાં બસમાં ઘુસી જતા મહિલાઓએ બુમાબુમ કરી મુકી હતી. બસ ડ્રાઈવરે રેસ્ક્યુ ટીમને જાણ કરતા સાપને રેસ્ક્યુ કરી જંગલમાં છોડવામાં આવ્યો હતો.

snake in the bus
snake in the bus
author img

By

Published : Jun 12, 2020, 2:37 AM IST

વલસાડ: ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધું રહે છે. જેને કારણે જમીનમાં રહેતા વિવિધ પ્રજાતિના સાપ બહાર નીકળી આવતા હોય છે. આ સાપને વાપીની જાણીતી રેસ્ક્યુ ફાઉન્ડેશન નામની સંસ્થા રેસ્ક્યુ કરતી આવી છે.

બસમાં ઘૂસ્યો સાપ

વાપી GIDCમાં VKC ફૂટ પ્રિંટ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીની બસનો સંચાલક મલ્હાર હરિયા પાર્ક ખાતે મહિલા સ્ટાફને બસમાં મુકવા જઈ રહ્યા હતા. ત્યારે VIA ચાર રસ્તા નજીક સાંજે 5 કલાકે ભરટ્રાફિકમાં એક ધામણ પ્રજાતિનો સાંપ અચાનક રોડ પર આવી બસમાં ભરાઈ ગયો હતો. જેેેનેે જોઈને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મહિલા સ્ટાફે બુમાબુમ કરી બસ સાઈડમાં રોકાવી બસમાં સાંપ ભરાઈ ગયાની માહિતી આપી હતી.

snake in the bus
બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે સાપને બહાર કાઢ્યો

હાલમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ વિવિધ પ્રજાતિના સાપ જમીનમાંથી બહાર નીકળી રહ્યા છે. આવો જ એક ધામણ પ્રજાતિનો સાપ વાપીમાં આવેલી એક કંપનીની બસમાં ઘુસી ગયો હતો. જેને બે કલાકની મહેનત બાદ રેસ્ક્યુ ટીમે સાપને બહાર કાઢ્યો હતો.

બસ ડ્રાઇવરે બસમાં સાપ હોવાની જાણ થતા સાપને તેમજ પ્રવાસીઓને બચાવવા માટે બસ રોકી રેસ્ક્યુ ફાઉન્ડેશનના વર્ધમાન શાહને જાણ કરી હતી. જે બાદ મુકેશ ઉપાધ્યાય સાથે મળીને 2 કલાકની મહેનતથી સાંપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ચોમાસા દરમિયાન વિવિધ પ્રજાતિના સાપ જમીન બહાર નીકળવાના બનાવો બનતા હોય છે. જેમાં ક્યારેક ઝેરી સાપ કરડવાથી મૃત્યુના કિસ્સા પણ સામે આવે છે. જો કે, મોટાભાગે બીન ઝેરી સાપ વધુ પ્રમાણમાં નીકળતા હોય છે. જે તમામને રેસ્ક્યુ ટીમ સહિ-સલામત રેસ્ક્યુ કરી જંગલમાં છોડતી હોય છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.