- ધરમપુરથી 17 કિ.મી દુર ઊંડાણમાં આવેલા આવધા ગામે બનશે વાંચન કુટીર
- સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિના દિવસે વાંચન કુટીરનું ઉદ્ઘાટન થશે
- સ્થાનિક આદિવાસી યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટેનું સાહિત્ય અહીં ઉપલબ્ધ કરાશેધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આવધામાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા યુવકો માટે વાંચન કુટીરનો નવતર પ્રયોગ
વલસાડ: ધરમપુર તાલુકાના આવધા ગામમાં ગ્રામપંચાયત પ્રાથમિક સ્કૂલ અને રેમ્બો વોરિયર્સ સહયોગ દ્વારા આગામી તારીખ 12 જાન્યુઆરીના રોજ વાંચન લાઇબ્રેરી ખુલ્લી મુકવામાં આવશે જેમાં અનેક પ્રકારનું વાંચન સાહિત્ય યુવાનો માટે ઉપલબ્ધ બનશે. કહેવાય છે કે એક પુસ્તક સો શિક્ષકોની ગરજ સારે છે, અહીં અંતરિયાળ વિસ્તારના યુવાનો માટે વાંચન કુટીર બનાવી આવધા ગ્રામ પંચાયત રેમ્બો વોરિયર્સ અને પ્રાથમિક શાળાના સહયોગ દ્વારા નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
![ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આવધામાં વાંચન કુટીર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-03-vanchankutir-avbb-gj10047_16122020175602_1612f_02551_770.jpg)
![ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આવધામાં વાંચન કુટીર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-03-vanchankutir-avbb-gj10047_16122020175602_1612f_02551_302.jpg)
ધરમપુરથી 17 કિલોમીટર દૂર આવેલા આવધા ગામે વાંચન કુટીર બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આદિવાસી વિસ્તારના યુવાનો જેવો GPSC કે અન્ય સરકારી નોકરી માટે ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય ત્યારે તેમને વાંચન કુટીરમાં જ સાહિત્ય મળી રહે અને તેમને ધરમપુર સુધી જવાની જરૂર ન પડે. ઉમિયા સોશીયલ ટ્રસ્ટ અને મુંબઈના એક ટ્રસ્ટ દ્વારા વાંચન કુટીરને દાનની સરવાણી મળી છે. આમ આવડા ગામે બની રહેલા વાંચન કુટીર આગામી તારીખ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદની જન્મ દિને ખુલ્લી મુકવામાં આવનાર છે આદિ યુવા દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે એ જ દિલને વાંચન કુટીરનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેના થકી આ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં વાંચન કરતાં સીધો ફાયદો થઇ શકે.
![ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આવધામાં વાંચન કુટીર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-03-vanchankutir-avbb-gj10047_16122020175602_1612f_02551_139.jpg)