- ભૂલથી મોબાઈલમાં મિસ્કોલ લાગ્યા બાદ મિત્રતા કેળવી દુષ્કર્મ આચર્યું
- સગીરાના ઓઢણી વડે હાથ બાંધીને ગુજાર્યું દુષ્કર્મ
- પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
વલસાડ: આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ સગીર યુવક-યુવતીઓ ખૂબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. પરંતુ, આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યારેક દુરુપયોગ પણ બની જતો હોય છે. જેના કારણે અનેક ગુનાઓની જાળમાં સગીર યુવક-યુવતીઓ ફસાઈ જતા હોય છે. આવી જ એક ઘટના ચીખલીની એક સગીર સાથે બની હતી. ચીખલીની સગીરાએ ભૂલથી એક યુવકને મોબાઈલ પર મિસ કોલ મારી દીધો હતો અને જે બાદ મિસકોલથી બન્નેની મિત્રતા કેળવી હતી અને આ યુવકે તેને પારડી મળવા બોલાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે, સગીરાના પરિવારજનોએ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: પારડીના એક ગામમાં પડતર ફાર્મહાઉસમાં સગીરાને મળવા બોલાવી નરાધમોએ દુષ્કર્મ આચર્યું
યુવકે પોતાનું અસલી નામ છૂપાવી સગીરા સાથે કરી રહ્યો હતો વાત
ચીખલીની સગીરાનો મોબાઈલ ઉપર મિસકોલ આવ્યા બાદ રાહુલ નામ આપી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી આ સગીરાને પારડી ઓવરબ્રિજ નીચે મળવા માટે બોલાવી હતી અને સગીરા તેના પરિવારજનોને કોઈપણ પ્રકારની જાણકારી0 વિના આ યુવકને મળવા માટે પારડી પહોંચી ગઈ હતી. જે બાદ જે ઘટના બની તેમાં યુવતીને અશ્રુ સિવાય બીજું કંઈ હાથ લાગ્યું નહીં.
યુવકે તેનો મિત્ર તને લેવા આવશે તેવું જણાવ્યું
સગીરાને પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી વિશ્વાસમાં લઇ ઈમોશનલ કરી મળવા માટે પારડી બ્રિજ નીચે બોલાવી હતી અને આ સગીરા રાહુલ નામના યુવકને મળવા માટે પારડી ઓવરબ્રિજ નીચે પહોંચી હતી. જોકે તે સમયે રાહુલ નામના યુવકે તેનો કોઈ મિત્ર સગીરાને બાઇક પર લેવા માટે આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ, તે પોતે જ મિત્રના સ્વાંગમાં બાઇક લઇ આ સગીરાને લેવા માટે પહોંચી ગયો હતો અને મિત્ર બની બાઈક ઉપર બેસાડી તેને ડુંગરી ખાતે અવાવરૂ ઘરમાં લઈ જાય તેની સાથે જબરજસ્તી કરી હતી. જે બાદ, તે પોતે જ રાહુલ હોવાનું જણાવી સગીરાના બન્ને હાથ ઓઢણી વડે બાંધી દઇ તેની સાથે દુષ્કૃત્ય આચર્યું હતું.
આ પણ વાંચો: ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો
દુષ્કર્મ બાદ પણ સગીરાને યુવકના સાચા નામની ખબર નહોતી
પોતાની હવસનો સગીરાને શિકાર બનાવી આ સગીરાને પારડી બ્રિજ નીચે મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે, આ સમગ્ર હકીકતની જાણકારી સગીરાના પરિવારજનોને થતા તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આથી, ઘટના અંગે તેમણે પારડી પોલીસ મથકમાં ફરિયાદ કરતા આખરે પારડી પોલીસ મથકના PSI બી.એમ ગોહિલ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ યુવક અમિત કાંતિ બારીયાની ધરપકડ કરી છે.
આરોપી યુવકે વોટ્સએપના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી
વલસાડ જિલ્લાના DySP વી એમ પટેલે જણાવ્યું કે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ આજકાલ વધતો જઈ રહ્યો છે. ત્યારે, પારડી ખાતે બનેલી દુષ્કર્મની ઘટનામાં પણ આરોપી યુવકે વોટ્સએપના માધ્યમથી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને તેને મળવા માટે પારડી ઓવરબ્રિજ નીચે બોલાવી હતી. આમ, પારડી પોલીસે ચીખલીની સગીરાના પરિવારજનોની ફરિયાદ બાદ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી અને તેની ધરપકડ કર્યા બાદ વધુમાં એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કર્યો છે. હાલ પોલીસે યુવકની ધરપકડ કરી છે અને તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે.