જયારે ભૂકંપ આવે ત્યારે કેમિકલ ફેકટરીમાં નુકસાન થાય અને ગેસ ગળતરની ઘટના બને ત્યારે સર્જાતી ડિઝાસ્ટરની સ્થિતિને કેવી રીતે પહોંચી શકાય તે માટેનું આબેહૂબ મોકડ્રીલ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં રાજય લેવલની રસાયણ ઔદ્યોગિક મોક એકસરસાઇઝ અતુલ કંપની ખાતે કલોરીન લીકેજ, વાપી આરતી ઇન્ડસ્ટ્રીઝ ( AMINE Division) તથા સરીગામ પ્લાસ્ટીક ઝોન જી.આઇ.ડી.સી , SHV Energy ખાતે એલ.પી.જી ગેસ લીકેજનો સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવેલી ફરજો ચુસ્ત રીતે બજાવે, કોમ્યુનિકેશન ગેપ ના રહે તેની ખાસ કાળજી રાખવા પણ જણાવ્યું હતું. સમગ્ર મોકડ્રિલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, પ્રાંત અધિકારી કે.જે.ભગોરા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના નાયબ નિયામક ડી.કે.વસાવા, અતુલ કંપનીના ડાયરેકટર બી.એન.મોહનન, નાયબ પોલીસ અધિક્ષક મનોજ શર્મા સહિત કંપનીના હોદ્દેદારો, અમલીકરણ અધિકારીઓ, કંપની સ્ટાફ હાજર રહ્યા હતા.