- આધેડે બિલ્ડીંગના ચોથા માળેથી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
- ગાળામાં કેબલ વાયર ભેરવી આત્મહત્યાં કરવાનો પ્રયાસ કર્યો
- રહીશોએ અને ઈમર્જન્સી રેસ્ક્યૂં ટીમે બચાવી લીધો
વલસાડઃ જિલ્લામાં વાપીના હરિયાપાર્ક વિસ્તારમાં આવેલા કીર્તિ એપાઈટમેન્ટના ચોથા માળની અગાસી પરથી એક આધેડે ગાળામાં કેબલ વાયર ભેરવી આત્મહત્યાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને સોસાયટીના રહીશોએ અને ઈમર્જન્સી રેસ્ક્યૂં ટીમે બચાવી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઈસમ માનસિક સંતુલન ગુમાવી બેઠો હોય આત્મહત્યા કરવા પ્રેરાયો હોવાનું જાણવા મળ્યું હતું.
![વાપીમાં આધેડનો ચોથા માળેથી આત્મહત્યાનો પ્રયાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-suicide-rescue-vis-gj10020_17022021122053_1702f_1613544653_149.jpg)
કિર્તી એપાર્ટમેન્ટમાં 52 વર્ષીય આધેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો
સમગ્ર મામલે વાપીની ઈમર્જન્સી રેસ્ક્યૂં ટીમના મુકેશ ઉપાધ્યાયે વિગતો આપી હતી કે, વાપીના હરિયાપાર્કમાં કિર્તી એપાર્ટમેન્ટમાં 52 વર્ષીય આધેડ સોમવારે રાત્રે આવ્યો હતો. જેણે સૌ પહેલા રાત્રે એપાર્ટમેન્ટના ત્રીજા માળે પહોંચી રહીશોના દરવાજા ખખડાવી હેરાન કર્યા હતા. જે બાદ ટેરેસ ઉપર જતો રહ્યો હતો. સવારે એપાર્ટમેન્ટના લોકો જગ્યાં હતા અને કેટલાકે સવારે ટીવી ચાલુ કર્યું તો ટીવી ચાલતું ન હતું જેથી લોકો ટેરેસ ઉપર કેબલ ચેક કરવા પહોંચ્યા હતા. જ્યાં એક આધેડ ટીવીના કેબલ કાપી તે વાયરો ગળામાં ભેરવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હતો.
સ્થાનિકોએ ઈમર્જન્સી રેસ્ક્યૂં ટીમને જાણ કરી
આ ઘટનાને લઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ અને ઈમર્જન્સી રેસ્ક્યૂં ટીમને જાણ કરી આત્મહત્યાનો પ્રયાસ કરનાર મિતેષ નામના આધેડને રોક્યો હતો. જે દરમિયાન રેસ્ક્યૂં ટીમ પણ આવી જતા તમામે મિતેશને પકડી લઈ હેમખેમ સુરક્ષિત સ્થળે લાવ્યો હતો.
માનસિક સંતુલન બગડ્યૂં હોય આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો
પ્રાથમિક પૂછપરછમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારે તેનું નામ મિતેષ ભાનુશાલી હોવાનું જણાવ્યું હતું. તે રાજકોટથી વાપીના છરવાડામાં ભાઇના ઘરે આવવા નીકળ્યો હતો. જોકે, તેનું માનસિક સંતુલન બગડ્યું હોય તે એપાર્ટમેન્ટના ટેરેસ પર ચઢી આત્મહત્યાનો પ્રયાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આત્મહત્યાનો પ્રયાસ કરનારા મિતેષ ભાનુશાલીને ઈમર્જન્સી રેસ્ક્યુ ટીમના મુકેશ ઉપાધ્યાય, જીતેન્દ્ર, અન્નુ પ્રીતિ અને મંજૂલા સહિત સ્થાનિક લોકોએ બચાવી લઈ તેમના પરિવારને જાણ કરી હતી.