ETV Bharat / state

વલસાડના ટીઘરા ગામેથી દીપડો પાંજરે પુરાયો - Forest deprtment news

વલસાડમાં પારડી નજીકમાં આવેલા ડુંગરી અને ટીઘરા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી કદાવર દીપડાનો ભય ફેલાયો હતો. આ બંન્ને ગામોમાં છેલ્લા એક અઠવાડિયાથી ગાય અને વાછરડાને મારી રહ્યો હતો. જેને લઇને ગામલોકોમાં ભયનો માહોલ હતો. આ અંગે સામાજીક વનીકરણ વિભાગને જાણકારી આપતા તેમના દ્વારા આ બંન્ને ગામોમાં દીપડાને પકડવા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. આજે ગુરૂવારે વહેલી સવારે દીપડો પાંજરે પૂરાયો હતો.

દીપડો પાંજરે પુરાયો
દીપડો પાંજરે પુરાયો
author img

By

Published : Apr 1, 2021, 2:48 PM IST

  • ડુંગરી અને ટીઘરા ગામમાં એક અઠવાડિયાથી દીપડાના ડરનો માહોલ
  • સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો
  • મહિલાઓ રાત્રી દરમિયાન બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા

વલસાડ : પારડી તાલુકાના ડુંગરી અને ટીઘરા ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી કદાવર દીપડાએ ડરનો માહોલ ઊભો કર્યો હતો. જેને લઇને રાત્રિ દરમિયાન મહિલાઓ અંધકારમાં બહાર નીકળવાનું પણ ટાળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયામાં ગાય અને વાછરડાને મારવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઇને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગે સામાજીક વનીકરણ વિભાગને જાણકારી આપવામાં આવી હતી.

ટીઘરા ગામે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા

લોકોમાં ભયનો માહોલ જોતા સામાજિક વનીકરણ વિભાગના અધિકારી અને પારડી જંગલ ખાતાના અધિકારીઓની ટીમ દ્વારા પ્રથમ ડુંગરી ગામે અને ત્યારબાદ ટીઘરા ગામે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો : તાજપોરમાં દીપડાએ વાછરડાંનો શિકાર કરતાં ગ્રામજનોમાં દહેશત

સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યા પછી બે પિંજરાઓ ગોઠવ્યા

છેલ્લા એક અઠવાડિયાથી બંન્ને ગામોની વચ્ચે ફરતો દીપડો ગાય અને વાછરડાને મારી રહ્યો હતો. જેને ધ્યાને લઇને ગઈકાલે બુધવારે સમીર ઉપાધ્યાયની વાડીમાં વાછરડાને મારી નાખ્યુંં હતું. આ અંગેની જાણકારી જંગલ વિભાગને થતાં તેમણે સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કર્યા પછી બે પિંજરાઓ ફરીથી ગોઠવ્યા હતા. જે બાદ આજે વહેલી સવારે કદાવર દીપડો પાંજરે પુરાયો છે.

આ પણ વાંચો : વસ્ત્રાલમાં દીપડાને પકડવા વન વિભાગની ટીમે પાંજરા મુક્યા

જંગલ વિભાગે છેલ્લા એક અઠવાડિયાથી દીપડાને પકડવાના માટેના પ્રયાસો હાથ ધર્યા હતા

જંગલ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સતત તેને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. આજે અઠવાડિયા બાદ તેમને સફળતા મળી છે. તેને પગલે આસપાસના ગ્રામજનોમાં પણ દીપડો પકડાઈ જતાં રાહતનો શ્વાસ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.