વલસાડઃ જિલ્લાના રાતા ગામે વર્ષો જૂના આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે શુક્રવારથી શરૂ થયેલા જયા પાર્વતીના વ્રત નિમિત્તે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યુવતીઓ ભગવાન મહાદેવની પૂજા કરવા માટે પહોંચી હતી. પરંતુ કોરોના કહેર વચ્ચે જ્યાં કલેક્ટરના જાહેરનામાના અનુસાર દરેકે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત પણે પાલન કરવાનું હોય છે. ત્યારે યુવતીઓએ કોઈપણ પ્રકારનું પાલન કર્યું નહોતું, તો સાથે અહીં પૂજા કરવા માટે આવેલા ગોર મહારાજે પણ આ સમગ્ર બાબતે ધ્યાન આપ્યું ન હતું અને પોતાના મંત્રોચાર કરવામાં વ્યસ્ત રહ્યા હતા. મંદિરમાં ભીડ હોવાથી યુવતીઓ મંદિરના પરિસરમાં જ બેસી ગઈ હતી. તો કેટલીક યુવતીઓ મંદિરનાં પરિસરની બહાર નીચે ચોગાનમાં બેસીને પૂજા કરવાની ફરજ પડી હતી.
મહત્વનું છે કે રાતા ગામે આવેલા ભગવાન રામેશ્વર મહાદેવ મંદિર દરેક માટે ખુલ્લું રહે છે, તો સાથે-સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા જણાવવામાં આવી રહ્યું હતું. ત્યારે અહીં રસ્તામાં શુક્રવારે વહેલી સવારથી પૂજા કરવામાં આવી રહી હતી.