વલસાડ : નાસિકથી ખાંડ ભરી સુરત તરફ આવી રહેલ ટ્રકમાં સવારે 7 વાગ્યાની આસપાસમાં જોગવેલ નજીકમાં ટ્રકમાં અચાનક આગ લાગી હતી(heavy fire broke out in a truck on Valsad ). ધુમાડા નીકળતાની સાથે જ ચાલક ટ્રકની બહાર નીકળી ગયો હતો જેને પગલે તેનો આબાગ બચાવ થયો હતો, પરંતુ ટ્રક બળીને ખાખ થઇ ગયો હતો.
બે કલાક સુધી ફાયરની ગાડી પહોચી નહી સવારે 7 વાગ્યાની આસપાસમાં આ ઘટના બની હતી. સતત બે કલાક સુધી હાઇવે ઉપર ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. તેમ છતાં કલાકો સુધી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી નહોતી. ભયંકર આગના કારણે ટ્રક બળીને ખાખ થઇ ગઇ હતી. આગ જોઇને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા.
બન્ને તરફ ટ્રાંફિક જામ સર્જાયો કપરાડા નાનાપોઢા મુખ્ય માર્ગ નાસિકને જોડતો હાઇવે માર્ગ છે. જેને લઇને હજારોની સંખ્યામાં ભારે વાહનો અહીંથી પસાર થાય છે. વહેલી સવારે 07 વાગ્યે બનેલી આગની ઘટનાને પગલે માર્ગની વચ્ચોવચ ટ્રક સળગતી હોવાથી બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે ટ્રાફિક સર્જાયો હતો.