- દારૂના નશામાં ધૂત કાર ચાલકે કાર પાણી ભરેલી નહેરમાં કુદાવી
- રોડ બાજુમાં પસાર થતી નહેરમાં કાર ઉતારી દીધી
- સ્થાનિકો દોડી આવી કાર બહાર કાઢવા માટે કરી માથામણ
- ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ચાલકે નહેરમાં કાર કુદાવી
વલસાડ : કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે ઓમ કચ્છ ફળિયામાંથી પસાર થતી દમણગંગાની કેનાલમાં દારૂ પીને ચિક્કાર નશો કરેલી હાલતમાં કાર ચલાવી મોટી તંબાડી તરફ જઈ રહેલા કાર ચાલકે નહેર નજીક નવો વળાંક નહીં પાતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર પાણીથી છલોછલ ભરેલી નહેરમાં ખાબકી હતી. જોકે ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
છલોછલ પાણીથી ભરેલી નહેરમાં કાર ડૂબી જતા બ્રિજના પિલર નીચે કાર ફસાઈ
બપોરે અચાનક પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કારને પાણીથી ભરેલી નહેરમાં ઉતારી દીધી હતી. જોકે અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દારૂનો નશો કરેલો ચાલક કારમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ચાલકે એટલી હદે દારૂ પીધો હતો કે, તે પોતાનું સંતુલન પણ જાળવી શકતો ન હતો. પાણીમાં પડેલી કાર નહેર ઉપર બ્રિજ નીચે પિલરમાં ફસાઈ હતી.
![મોટાપોંઢા ગામે નશામાં ધૂત કાર ચાલકે કાર પાણી ભરેલી નહેરમાં કુદાવી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-02-carinwatercanel-av-gj10047_08052021211152_0805f_1620488512_828.jpg)
આ પણ વાંચો : બેડી નદીમાં નાહવા પડેલા યુવકનું ડૂબી જવાથી મૃત્યું
ઓમ કચ્છ ડુંગરી ફળિયાના સ્થાનિકો દોડી આવ્યા કારને બહાર કાઢવા કવાયત શરૂ કરી
અચાનક બનેલી ઘટનાને પગલે ઓમ કચ્છ ડુંગરી ફળિયાના લોકો એકત્ર થઇ ગયા હતા અને નહેરના પાણીમાં ડૂબી ગયેલી કારને બહાર કાઢવા માટે કવાયત શરૂ કરી હતી. એકવાર તો ત્યાંથી પસાર થઇ રહેલા એક ડમ્પરને બોલાવી દોરડા વડે બાંધી તેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચો : મહેસાણાના નાનીવાડા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, કાકા- ભત્રીજાનું મોત
રેલિંગ કે ડિવાઈડર ન હોવાથી અગાઉ પણ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે
અત્રે મહત્વનું છે કે, ડુંગળી ફળિયા નજીકથી પસાર થતી શહેરની બાજુમાંથી જ રોડ પણ પસાર થાય છે. તેમ છતાં પણ દમણગંગા નહેર વિભાગ દ્વારા કે શહેરની બાજુમાંથી પસાર થતા PWD રોડ વિભાગ દ્વારા નહેર પાસે કોઈ પણ પ્રકારની રેલિંગ કે ડિવાઈડર બનાવવામાં આવ્યા નથી. જેના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે.