વલસાડઃ જિલ્લા કલેક્ટર સી.આર.ખરસાણના માતૃશ્રી રેવાબેન રમાભાઈ ખરસાણ 14 એપ્રિલના રોજ સ્વર્ગવાસ થયા હતા. વર્તમાન સમયમાં કોરોના વાઇરસની મહામારીના અનુસંધાનમાં તેઓએ બનાસકાંઠામા માતાની અંતિમવિધી પતાવીને 24 કલાક પુર્ણ થાય તે પહેલા વલસાડ ફરજ પર હાજર થઇ ગયા હતા.
પોતાની કામ પ્રત્યેની જવાબદારી નિષ્ઠા અને વલસાડ જિલ્લાના લોકોની ચિંતા કરતા આવા બાહોશ અધિકારી ખરા અર્થમા લોક હીતમાં પરિવારની જવાબદારી બાજુ પર રાખનારા આવા જ બાહોશ અધિકારીઓની દેશને ખરેખર જરૂર છે.
આવા કામ પ્રત્યે નિષ્ઠાવાન અધિકારીઓ જ્યા સુધી છે. ત્યા સુધી કોરોના જેવા સેંકડો રાક્ષસ પણ દેશનુ કઇ બગાડી શકે એમ નથી આમ તો કલેક્ટર સી. આર. ખારસાણ માતા રેવાબેન સાથે જ રહેતા પરંતુ લગ્ન પ્રસંગે તેઓ બનાસકાંઠા ગયા હતા. આ સમય દરમિયાન લોકડાઉન થતા લગ્ન મોકુફ રખાયા અને માતા લોકડાઉનના કારણે બનાસકાંઠા જ રોકાઇ ગયા હતા.
માતાએ કહ્યુ લોકડાઉન ખુલ્લે એટલે આવીશ પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ માતાને મળવાની ઇચ્છા અધુરી જ રહી ગઇ હતી. જોકે તેમના અવસાનની ખબર મળતા જ કલેકટર સી. આર. ખરસાણ પોતાના વતન બનાસકાંઠામાં તેમના માતૃશ્રીની અંતિમ વિધિમાં હાજરી આપી હતી. અંતિમવિધિ બાદ 24 કલાકમાં જ વલસાડ જિલ્લામાં પોતાની ફરજ પર હજાર થઈ ગયા હતાં. તેમણે લોકડાઉન જેવી સ્થિતિમાં ફરીથી નિષ્ઠા પૂર્વક તેમનું સુકાન સાંભળી લીધું હતું.