વલસાડઃ જિલ્લામાં મંગળવાર ફરી અમંગળ સાબિત થયો હતો. 28મી જુલાઈના મંગળવારે વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ 8 દર્દીઓના મોતથી અરેરાટી વ્યાપી હતી. તો, સાથે વધુ 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ પણ નોંધાયા હોય આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દોડતું થયું છે.
વલસાડ જિલ્લામાં મંગળવારે આવેલા કોરોના રિપોર્ટ મુજબ આજે એક જ દિવસમાં 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. 8 દર્દીઓના મોત થયા છે. જ્યારે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. જિલ્લામાં મૃત્યુ પામેલા દર્દીઓમાં વલસાડ સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં 5 દર્દીઓ અને વાપી કોવિડ હોસ્પિટલના 3 દર્દીઓનો સમાવેશ થયો છે. જેમના મોતનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે.
જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 591 કોરોના પોઝોટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 181 સારવાર હેઠળ છે. જ્યારે 347દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ મૃત્યુઆંક 66 પર પહોંચ્યો છે. મંગળવારે મોતનો આંકડો વધતા અરેરાટી ફેલાઈ હતી. જ્યારે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
વલસાડમાં કોરોનાથી 8ના મોત, 18 પોઝિટિવ - ગુજરાતમાં કોરોના કેસ
વલસાડમાં આજે એટલે કે, મંગળવારે એક જ દિવસમાં 18 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. 8 દર્દીઓના મોત થયા છે. જ્યારે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. જિલ્લામાં મૃત્યુ પામેલા દર્દીઓમાં વલસાડ સરકારી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દર્દીઓ અને વાપી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 3 દર્દીઓનો સમાવેશ થયો છે. જેથી સ્થાનિક આરોગ્ય તંત્ર દોડતું થયું છે.