ETV Bharat / state

74મા આઝાદી પર્વઃ વલસાડમાં રાજ્ય પ્રધાન રમણલાલ પાટકરે કર્યું ધ્વજવંદન - વલસાડ આર પી એફ ગ્રાઉન્ડ

વલસાડ જિલ્લામાં આજે 74મા આઝાદી પર્વની ઉજવણી કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોના પાલન સાથે કરવામાં આવી હતી. વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ ઉપર વરસતા વરસાદમાં રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને સન્માન પૂર્વક સલામી આપવામાં આવી હતી. સાથે સાથે કોરોનાના કાળ દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 23 કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

VALSAD
વલસાડ
author img

By

Published : Aug 15, 2020, 12:13 PM IST

વલસાડ: જિલ્લાના આરપીએફ ગ્રાઉન્ડ ઉપર આજે 74મા આઝાદી પર્વની ઉજવાની સોસિયલ ડિસ્ટન્સના દરેક નિયમોમાં પાલન સાથે કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના આદિજાતિ વિકાસ પ્રધાન રમણલાલ પાટકરેે ધ્વજ વંદન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રમણભાઇ પાટકરે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉજવણી સાદાઈથી કરવામાં આવી છે. કારણ કે, હાલની વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે. આ સાથે સાથે તેમણે વિકાસયાત્રા વણથંભી હોવાનું જણાવ્યું હતું કે, સરકારે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા તરફ પગલું ભર્યું છે. સાથે સાથે તેમણે ખેડૂતો પર આવી પડેલી આફતો માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ખેડૂતોને જંગલની જમીન આપવામાં આવી હોવાની વાત કરી હતી.

વલસાડમાં 74 માં સ્વાતંત્ર્ય પર્વે રાજ્ય કક્ષાના પ્રધાન રમણલાલ પાટકરના હસ્તે કરાયું

વલસાડ જિલ્લામાં પણ ખેડૂતો માટે વિવિધ સહાય તેમજ મુખ્ય આદિવાસી સમાજના લોકો માટે સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ યોજનાઓની ગ્રાન્ટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાની વાત કરી હતી. તેમજ તેમણે કોરોનાના કાળ દરમિયાન ખૂબ જ સાવચેતીપૂર્વક ફરજ બજાવતા કોરોના વોરિયર્સ આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓ તેમજ મેડિકલ સ્ટાફને પણ આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 23 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ વાપી ધરમપુર વિભાગના ડીવાયએસપીએ દ્વારા લોકડાઉન દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જેમાં ડીવાય.એસ.પી મનોજ શર્મા, પી વી એમ જાડેજા, ડીવાયએસપી એસ સી એસ ટી સેલ વી એન પટેલ, ડીવાયએસપી વલસાડ ચાવડા આ સાથે જ દુબઈ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની વન-ડે વર્લ્ડકપ 2018 દુબઈ ખાતે યોજાઇ હતી. જેમાં ભારતીય ટીમ વતી ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગણેશ મહુ કરને સન્માનીત કરાયા તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલા પૂરની પરિસ્થિતિમાં રાત્રે 12 વાગ્યે 241 જેટલા લોકોને ગ્રામીણ કક્ષાએથી રેસ્ક્યુ કરીને NDRFના ઇન્સ્પેક્ટર બુધ્ધા રામ દેવાસીને સન્માનિત કરાયા હતા.

આમ આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓએ આશાવર્કરો અને અન્ય ટીમોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને તેમની કામગીરી માટે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન વલસાડ જિલ્લા કલેકટર આર આર રાવલ, એસ પી ડૉ. રાજદીપ સિંહ ઝાલા, સહિત વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ ધરમપુરના ધારાસભ્યએ અરવિંદભાઈ પટેલ પારડીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ સહિત ડીડીઓ અર્પિત સાગર સહિત વહીવટી તંત્રના અનેક અધિકારીઓ આ સ્વાતંત્ર પર્વમાં જોડાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.