- વાપીની વાઈટલ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ
- ફ્લેશ ફાયરની ઘટનામાં 7 કામદારો દાઝ્યા
- રો-મટીરિયલ મિક્સ કરતી વખતે લાગી આગ
વાપી: વાપી GIDCના 3rd ફેઇઝમાં આવેલી વાઈટલ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બુધવારે સાંજના સમયે બનેલી આગની ઘટનામાં 7 કામદારો દાઝ્યા હતાં. જેમાના 5 કામદારોને વાપીની અને 2 કામદારોને મુંબઈ-સુરત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
તમામ કામદારો 12 ટકાથી 56 ટકા સુધી દાઝ્યા
વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કામદારો અંગે હોસ્પિટલના કન્સલ્ટન્ટ જનરલ સર્જન ડૉ.ભરત ગાંધીએ જણાવ્યું હતું કે, હરેન્દ્ર બિંદ નામનો કામદાર 32 ટકા દાઝયો છે. અવધેશ સંપત્તિ 34 ટકા દાઝયો છે. કન્હાઇદાસ 36 ટકા દાઝયો છે. ભાસ્કર રાય 17 ટકા અને વિનોદ ભાગલ 23 ટકા દાઝયો છે, જ્યારે મુંબઈ અને સુરત હોસ્પિટલમાં રિફર કરેલા કામદારોમાં સુરેન્દ્ર ચૌધરી 56 ટકા દાઝયો છે અને જતીન સુકરીયા 12 ટકા દાઝી ગયો છે.
મોઢા અને હાથના ભાગે કામદારો દાઝ્યા
તમામની હાલત હાલ સ્થિર છે. વાપીમાં સારવાર હેઠળ રહેલા પાંચેય કામદારો મોઢાના અને બન્ને હાથના ભાગે દાઝેલા છે. જેથી તેમની સારવાર ચાલુ છે. આ ઉપરાંત આગામી પાંચેક દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.
ફિનિશ સેક્સનમાં ફાઇનલ પ્યુરી ફિકેશન વખતે આગનો ભડકો થયો
વાઈટલ કંપનીમાં કામદારો દાઝ્યાની ઘટના અંગે મેનેજર શંકર બજાજે જણાવ્યું હતું કે, કંપનીના સેક્શન યુનિટ નંબર-2માં ફિનિશ સેક્સનનું ફાઇનલ પ્યુરી ફિકેશન કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન રો-મટીરિયલ નાખતી વખતે ફ્લેશ ફાયર થયું હતું. જેમાં યુનિટમાં કામ કરતા 7 કામદારો દાજી ગયા હતાં. કંપની તરફથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી તેમની સારવાર કરાવામાં આવી રહી છે. હાલ તમામ કામદારોની સ્થતી સ્થિર છે.