વલસાડઃ વૈશ્વિક મહામારી કોરોનાને કારણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં લૉકડાઉનને કારણે અનેક સ્થળે શ્રમિક વર્ગ જે ઘર જવા નીકળ્યા હતા, તેઓને ક્યાંક તો માર્ગમાં રોકી લેવામાં આવ્યા હતા તો ક્યાંક તેઓ અટવાઈ પડ્યા હતા. આવા લોકોને શેલટર હોમમાં રાખવમાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં પણ સરીગામ, વાપી, પારડી અને વલસાડના રોલા ખાતે 67 જેટલા મધ્યપ્રદેશથી રોજી રળવા આવેલા શ્રમિક અટવાયા હતા, તેમને લૉકડાઉન શરૂ થયું ત્યારથી સામાજિક સંસ્થાઓ સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, પરંતુ શનિવારે વલસાડના રોલા ખાતે રહેતા 64 જેટલા મધ્યપ્રદેશના શ્રમિકોને તેમના વતનમાં મોકલવા માટે વલસાડ વહીવટી તંત્ર દ્વારા 4 એસ ટી બસો મારફતે તેમને તેમના વતન રવાના કરવામાં આવ્યા હતા.
જેને લઈ તેઓને ઘરે પહોંચવાનો ઉત્સાહ તેમના ચેહરે વર્તાઈ રહ્યો હતો. મહત્વનું છે કે, વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી આ તમામ શ્રમિકો શેલ્ટર હોમમાં રાખીને રહેવા અને જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવી હતી.