નંદીગ્રામ ખાતે નવપાડા બારમા માઇલ નજીક કેટલાક શેરડી કાપવાનું કામ કરતા મજૂરોએ પડાવ નાખ્યો હતો. આ મજૂરો દ્વારા તેમની સાથે 50થી વધુ વાછરડાંઓને લઈ આવવામાં આવ્યા હતા. આ મજૂરો વાછરડાં મૂકીને ચાલી જતા આ તમામ વાછરડાં પૈકી 5 જેટલા વાછરડાં ભૂખ્યા તરસ્યા મોતને ભેટ્યા હતા. સમગ્ર બાબતે સ્થાનિક ગ્રામજનોએ સરપંચને જાણકારી આપવા છતાં સરપંચ હાજર નહતા રહ્યાં.
કેટલાક ગૌરક્ષક દળના યુવાનોને જાણકારી મળતા તેઓ સ્થળ ઉપર પહોંચી અનેક ખેતરમાં બિનવારસી ફરી રહેલા 30થી વધુ વાછરડાંઓને પકડી લાવી એક સ્થળે બાંધીને પાણી અને ઘાસચારો આપ્યો હતો.
સ્થાનિકોમાં સમગ્ર બાબતે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું કે, આવતા વર્ષે આ વિસ્તારમાં એક પણ મજૂરને પડાવ નહીં નાખવા દેવામાં આવે.