વલસાડ: દાણા બજારમાં આવેલા જગન્નાથ મંદિરથી 28મી જગન્નાથ યાત્રા નીકળશે. જે માટે મંદિર સંચાલકો દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. રથયાત્રા રૂટ ઉપર આઈ જી અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં વલસાડના આઝાદ ચોકમાંથી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
છીપવાડ ખાતેથી રથયાત્રા નીકળશે: વલસાડ છીપવાડ ખાતે આવેલ જગન્નાથ મંદિર ખાતે થી રથયાત્રા નીકળશે જે માટે ની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે આ રથયાત્રા વલસાડના વિવિધ વિસ્તારમાં ફરશે જેમાં જય જગન્નાથના નારા સાથે ભક્તો પણ ભગવાનની યાત્રામા જોડાવા થનગની રહ્યા છે.
રથયાત્રાને અનુરૂપ ગીતો વગાડવા તાકીદ: વલસાડના મોંઘાભાઇ હોલ ખાતે આયોજિત રેન્જ આઈજીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ રથયાત્રાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રેન્જ આઈ.જી તેમજ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે આયોજકોને રથયાત્રા દરમિયાન ધાર્મિક વાતાવરણ હોય ઉન્માદમાં આવી ડીજેમાં રથયાત્રાને અનુરૂપ ગીતો વાગે તે માટે આયોજકોને તાકીદ કરી હતી.
" વલસાડ જિલ્લો કોમી એકતા માટે જાણીતો છે અને આવતીકાલે પણ નીકળનારી રથયાત્રામાં પણ કોમી એખલાસ સાથે શાંતિ પૂર્ણ વાતવરણ માં નીકળે એ જરૂરિ છે તેમને કહ્યું કે વલસાડ અન્ય જિલ્લા માટે કોમી એકતા નું ઉદાહરણ બનતું આવ્યું છે અને આગામી દિવસમાં પણ બને એ જરૂરી છે તેમણે આયોજકોને સમયસર રથયાત્રા નીકળે તે માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવે તે માટે સૂચન કર્યું હતું." - ડો.રાજદીપસિંહ ઝાલા, SP, વલસાડ
વિવાદિત ટિપ્પણી ન કરવા અનુરોધ: આવતીકાલે યોજાનારી રથયાત્રા દરમિયાન કોઈપણ સમાજને લગતી વિવાદિત ટિપ્પણી કે વિડિયો સોશિયલ મીડિયામાં ન બનાવવા માટે અને શાંતિપૂર્ણ વાતાવરણ ન ડોહળાય તે માટે રેન્જ આઈ જી એ આયોજકો તેમજ મુસ્લિમ સમાજના લોકોને અપીલ કરી હતી અને જો કોઈ એવું જણાય તો તે બાબતે પોલીસને તાત્કાલિક સૂચના આપવામાં આવે અને સંપર્ક કરાય તે અંગે પણ લોકોને અનુરોધ કર્યો હતો.