ETV Bharat / state

વાપીમાં નિર્માણાધિન બિલ્ડિંગ પરથી પટકાયેલા 20 વર્ષના મજૂરનું મોત - Sun Avenue Building

વાપી રેલવે ગરનાળા નજીક નવા બંધાય રહેલા સન એવન્યુ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી એક 20 વર્ષીય યુવક જમીન પર પટકાતા મોતને ભેટ્યો હતો. જ્યારે બિલ્ડીંગના કોન્ટ્રાક્ટરે જાણે મોતનો પણ મલાજો ના રાખ્યો હોય તેમ સાંજ સુધી આ ઘટનાને છુપાવવાની કોશિશ કરી હતી.

વાપીમાં નિર્માણાધિન બિલ્ડિંગ પરથી પટકાયેલા 20 વર્ષના મજૂરનું મોત

author img

By

Published : Jun 17, 2021, 1:53 PM IST

  • સન એવન્યુ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પટકાયેલા મજૂરનું મોત
  • મજૂર મૂળ મધ્યપ્રદેશનો વતની હતો
  • કોન્ટ્રાક્ટર દ્વારા સાંજ સુધી અકસ્માતની જાણ ન કરાઇ

વલસાડઃ વાપી રેલવે ગરનાળા નજીક નવા બંધાય રહેલા સન એવન્યુ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી એક 20 વર્ષીય યુવક જમીન પર પટકાતા મોતને ભેટ્યો છે. આ અરેરાટી જનક ઘટનાથી વાપીમાં ચકચાર મચી ગઇ છે.

બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પટકતા મોત

બુધવારના રોજ વાપીના રેલવે ગરનાળા નજીક નવી બંધાઈ રહેલી ઇમારતમાં મજૂરી કામ અર્થે આવેલા નાનસિંગ કરજુભાઈ નામનો મજૂર બિલ્ડીંગના છઠ્ઠા માળે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ જમીન પર પટકાયો હતો. નાનસિંગ જમીન પર પટકાતા ઘાયલ થયો હતો. જેને કોન્ટ્રાક્ટરે રિક્ષામાં નાખી વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. જો કે નાનસિંગની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેને હરિયા હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યુ હતું.

વાપીમાં નિર્માણાધિન બિલ્ડિંગ પરથી પટકાયેલા 20 વર્ષના મજૂરનું મોત

આ પણ વાંચોઃ અંકલેશ્વરમાં હિમાની ઓર્ગેનિક કંપનીમાં પ્રચંડ આગ, એક મજૂરનું મોત

ગંભીર ઘાયલ મજૂરનું સારવાર દરમિયાન મોત

જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચલા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. જો કે આટલી ગંભીર ઘટના બન્યા બાદ પણ બિલ્ડર તરફથી પોલીસને કોઈ જાણકારી આપવામાં આવી ન હતી. પોસ્ટમોર્ટમ કરનારા તબીબે સઘળી હકીકત પોલીસને જણાવતા બપોરની ઘટના બાદ છેક સાંજે બિલ્ડર સમગ્ર મામલે દોડતો થયો હતો.

આ પણ વાંચોઃ જૂના વાડજમાં AMC વોટર પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ભેખડ ધસતા મજૂરનું મોત

કામદારો માટે સુરક્ષા સલામતી જરૂરી

ઉલ્લેખનીય છે કે, વાપીમાં હાલ મોટાપાયે નવા કન્ટ્રક્શનના કામ ચાલી રહ્યા છે. જેમાં મજૂરોની અછતને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ, ગોધરા જેવા વિસ્તારોમાંથી મજૂરીકામ માટે આવતા યુવાનો અને યુવતીઓ કામ માટે રાખવામાં આવે છે. આ બાંધકામ સાઇટ પર કોઈપણ જાતની સેફટી વગર આ મજૂરો પોતાના જીવના જોખમે કામ કરતા હોય અનેક વાર નીચે પટકાવવાની ઘટના બનતી હોય છે. જેમાં ગરીબ મજૂરોને મૃત્યુ સિવાય બીજું કંઈ મળતું નથી, ત્યારે તંત્ર આવી કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા કામદાર વર્ગ માટે સુરક્ષા-સલામતીની યોગ્ય ચકાસણી કરે, મૃતક કામદારના પરિવારને વળતર અપાવે તેવી માગ લોકોમાં ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.