વલસાડઃ વલસાડ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. શુક્રવારે વલસાડ જિલ્લામાં 18 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 3 ના મોત થયા છે. તો કોરોનાથી પીડિત 28 લોકો સાજા થઈ જતા તેમને રજા આપી દેવાઈ છે.
વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 736 ઉપર પહોંચ્યો છે. હાલમાં વલસાડ ખાતે કુલ 138 લોકો કોરોનાની સારવાર માટે દાખલ થયા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 515 લોકો સ્વસ્થ થયા છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 9211 લોકોના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલો લેવામાં આવ્યા છે જેમાંથી 8475 સેમ્પલો નેગેટિવ જ્યારે 736 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 8 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીના ક્વોરેન્ટાઈન થયેલા લોકોની વાત કરીએ તો હોમ ક્વોરેન્ટાઈન કુલ 308 લોકો છે જ્યારે સરકારી સુવિધાઓમાં ક્વોરેન્ટાઈન થયેલા 55 લોકો જ્યારે ખાનગી સુવિધાઓમાં ક્વોરેન્ટાઈન થયેલા 50 લોકો મળી કુલ 413 લોકો ક્વોરેન્ટાઈન થયા છે .
મહત્વનું છે કે જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે વલસાડ વહીવટી તંત્ર દ્વારા 35 જેટલા ધન્વંતરી રથ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફેરવામાં આવી રહ્યા છે જેમના દ્વારા OPD હોમ સર્વે તેમજ ઉકાળા વિતરણ જેવી કામગીરી પણ કરાઈ રહી છે .