ETV Bharat / state

વલસાડ જિલ્લમાં કોરોના કેસમાં ઉછાળો, 17 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 339 થયો - Total figure of Valsad Koro

સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં 17 પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો 339 પર પહોંચ્યો છે. જેમાંથી 194 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 128 દર્દીઓને રજા આપવામાં આવી છે.

વલસાડ જિલ્લમાં કોરોના કેસમાં ઉછાળો, 17 પોઝિટિવ કેસ સાથે કુલઆંક 339 પર પહોંચ્યો

author img

By

Published : Jul 11, 2020, 10:47 PM IST

વલસાડઃ જિલ્લામાં શુક્રવારના રોજ કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડામા રાહત જાવા મળી હતી. શનિવારે ફરી ઉછાળા સાથે 17 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં શુક્રવારે 5 કોરોના પોઝિટિવ નોંધાયા બાદ શનિવારે ફરી તેમાં ઉછાળો આવ્યો છે. વલસાડ જિલ્લામાં શનિવારે વધુ 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શનિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસમાં વલસાડ તાલુકાના 2, પારડી તાલુકાના 3, વાપી તાલુકાના 7, ઉમરગામ તાલુકાના 3, ધરમપુર તાલુકાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. આ સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 339 પર પહોંચ્યો છે. જેમાંથી 194 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 128 દર્દીઓને રજા આપવામાં આવી છે.

વલસાડ જિલ્લમાં કોરોના કેસમાં ઉછાળો, 17 પોઝિટિવ કેસ સાથે કુલઆંક 339 પર પહોંચ્યો
આ તરફ સંઘપ્રદેશ દમણની વાત કરીએ તો દમણમાં શનિવારે વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ એક્ટિવ દર્દીઓનો આંકડો 128 પર પંહોચ્યો છે. શનિવારે એક તરફ વધુ 10 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ દર્દીઓનો કુલ આંક 116 પર પહોંચ્યો છે. વધતાં કોરોના કેસને ધ્યાને રાખી દમણમાં કુલ 58 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે દાદરા નગર હવેલીમાં 3 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. અત્યાર સુધીમાં 108 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હજુપણ 103 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. દાદરા નગર હવેલીમાં કુલ 65 જેટલા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, સતત વધતા દર્દીઓને ધ્યાને રાખી વલસાડ જિલ્લામાં વહીવટીતંત્ર હરકતમાં આવી કેટલાક નિયમો વધુ કડક બનાવ્યા છે. સંઘપ્રદેશમાં પણ પ્રશાસનની કામગીરી સરાહનીય જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.