ETV Bharat / state

વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત 140 કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં જોડાયા - કપરાડાના તાજા સમાચાર

વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોમાં પેટા ચૂંટણી થવાની છે, ત્યારે જીતુ ચૌધરીએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે. તેમની સાથે જ કોંગ્રેસના 140 કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.

ETV BHARAT
વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત 140 કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં જોડાયા
author img

By

Published : Jul 25, 2020, 7:21 PM IST

વલસાડઃ શનિવારે કેબિનેટ પ્રધાન ભરતસિંહભાઈના સાનિધ્યમાં વાપી તાલુકાના કોપરલી ગામ અને પારડી તાલુકાના પંચલાઈ ગામમાં અંદાજે 140 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. જેથી આગામી દિવસોમાં આવનારી ચૂંટણીના અનેક સમીકરણો બદલાશે. શનિવારે તાલુકા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સભ્યો સાથે કેટલાક પૂર્વ સરપંચો પણ ભાજપમાં જોડાયા છે.

વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત 140 કોંગ્રેસી કાર્યકર્તા ભાજપમાં જોડાયા

કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી દિવસમાં આવનારી છે. જેના કારણે રાજકારણમાં ચહલ-પહલ શરૂ થઇ છે. કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. જે બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળે છે.

વાપી તાલુકાના કોપરલી ગામે મળેલી એક વિશેષ બેઠકમાં શનિવારે દેગામ, કરાયા, મોટી તંબાડી, નાની તંબાડી, લવાસા, કરમખલ અને કોપરલી જેવા અનેક ગામોમાં ઉપ-સરપંચ, પૂર્વ સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્ય જેવા અનેક કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. જ્યારે બપોર બાદ પારડી તાલુકાના પંચલાઇ ગામે યોજાયેલા કાર્યક્રમમાં ડહેલી, પાટી પંચલાઇ, રાબડી, બરઈ, સોનવાડા સહિતના ગામોના કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં ડુમલાવ જિલ્લા પંચાયતના સભ્ય બબલીબેન સહિત અનેક કાર્યકરોએ કેબિનેટ પ્રધાન ઈશ્વરસિંહના સાનિધ્યમાં ભાજપનો ભગવો ધારણ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ બન્ને કાર્યક્રમોમાંથી 140 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. કોપરલી અને પંચલાઇમાં યોજાયેલા કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત ભાજપના પ્રભારી ભારતસિંહ પરમાર, ઈશ્વર પટેલ, દક્ષિણ ગુજરાતના પ્રભારી વિવેક પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, પારડીના ધારાસભ્ય, વલસાડ ભાજપના પ્રમુખ કનુ દેસાઇ અને સાંસદ ડૉક્ટર કે.સી.પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.