ETV Bharat / state

Womans Day 2023 : નાનકડી ચાની લારી સાથે હોટલ ચલાવતાં ટીનીબેન પઢિયારની પ્રેરણાદાયી વાત - વડોદરી ભાગોળ

વડોદરા જિલ્લાના ડભોઈમાં વડોદરી ભાગોળ પાસે રહેતાં અને ત્યાં જ નાનકડી હોટલ સાથે ચાની લારી ચલાવતાં ટીનીબેન પઢિયારની આ વાત છે. જેઓ તમામ મહિલાઓ માટે તેમનાં જીવનનો સંઘર્ષ, પ્રેરણા અને હિંમત પૂરી પાડી સ્વમાનભેર પગભર થઈ જીવન જીવવાની પ્રેરણા આપે તેમ છે.

Womans Day 2023 : નાનકડી ચાની લારી સાથે હોટલ ચલાવતાં ટીનીબેન પઢિયારની પ્રેરણાદાયી વાત

author img

By

Published : Mar 10, 2023, 9:18 PM IST

જીવનનો સંઘર્ષ, પ્રેરણા અને હિંમતનું ઉદાહરણ

ડભોઇ : 8મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. 1971 માં યુદ્ધ સમયની રશિયન મહિલાઓની ' ભોજન અને શાંતિ ' ની માગણી સાથેની હડતાલ પહેલા સુધી આ દિવસનો ઔપચારિક અમલ શરૂ થયો ન હતો. રશિયન મહિલાઓની આ ચાર દિવસની હળતાલના કારણે રશિયન પ્રમુખે પ્રમુખપદ ત્યાગવું પડયું હતું અને વચગાળાની સરકારે મહિલાઓને મતાધિકાર આપવો પડયો હતો. રશિયામાં ત્યારે જુલિયન કેલેન્ડરનો અમલ થતો હતો. મહિલાઓની આ હળતાલ શરૂ થઈ ત્યારે જુલિયન કેલેન્ડરમાં 28 ફેબ્રુઆરી અને રવિવાર હતો. જયારે ગ્રેગોરીયન કેલેન્ડરમાં એ 8 મી માર્ચનો દિવસ હતો. તેથી 8 - મી માર્ચે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ડભોઈ નગરનાં ટીનાબેન પઢિયાર મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત : ડભોઈમાં વડોદરી ભાગોળ પાસે રહેતાં અને ત્યાં જ નાનકડી હોટલ સાથે ચાની લારી ચલાવતાં ટીનીબેન પઢિયાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ મહિલાઓ માટે તેમનાં જીવનનો સંઘર્ષ, પ્રેરણા અને હિંમત પૂરી પાડી સ્વમાનભેર પગભર થઈ જીવન જીવવાની પ્રેરણા આપે તેમ છે. ટીનીબેનના લગ્ન ડભોઈ ખાતે રહેતાં પિનલભાઈ સાથે થયાં હતાં. તેમનો પરિવાર હસતો ખિલતો હતો. પરિવારમાં ત્રણ નાનાં બાળકો હતાં. ટીનીબેનના પતિ નાની ઉંમરે જ હસતો રમતો આ પરિવાર છોડી ટીનીબેનને આ જગતમાં એકલા છોડી આ ફાની દુનિયા છોડીને જતાં રહયાં હતાં અને પરિવારનો મુખ્ય સહારો કુદરતે છીનવી લીધો હતો. આમ, નાની ઉંમરે જ ભરયુવાનીમાં ટીનીબેનના માથે મોટી જવાબદારી આવી પડી હતી.

ઘર ચલાવવાની અને બાળકોને મોટાં કરવાની મા અને બાપ બંને ભૂમિકા નિભાવી : પતિના આકસ્મિક અવસાન બાદ નાનાં નાનાં બાળકોને મોટા કરવાની તેમજ તેમને ભણાવવાની અને પરિવારનો જીવન નિર્વાહ કરવાનો એમ બંને જવાબદારી ખૂબ જ નાની ઉંમરે ટીનીબેન ઉપર આવી પડી હતી. પરંતુ સહેજ પણ હિંમત ગુમાવ્યા વગર કે નિરાશ થયાં વગર ટીનીબેને કુદરતે આકસ્મિક રીતે આપેલી આ જવાબદારી હસતાં ચહેરે સ્વીકારી લીધી હતી. જીવનની નવી શરૂઆત તેમને પતિનાં નાનાં વ્યવસાયને અપનાવી કરી દીધી હતી. ચા ની લારી સાથે નાનકડી હોટલ સંભાળી લીધી અને આ વ્યવસાયની આવકથી કુટુંબનું આર્થિક પાસું સંભાળી લીધું હતું. આ સાથે એકલાં હાથે વ્યવસાય સંભાળવાની જોડે બાળકોની દેખરેખ અને ઉછેર પણ કરવા લાગ્યા હતાં.

આ પણ વાંચો Womens Day 2023: ભૂલકાઓ લખતા-વાંચતા શીખે એ પહેલા શ્લોક શીખવે છે આ મહિલા

ચાના વ્યવસાય સાથે નાનકડી હોટલ ચલાવી કર્યો જીવન ગુજારો : પતિનાં અવસાન બાદ આ મહિલાએ પોતાના પગભર થવાનાં પ્રયત્નો શરૂ કરી દીધાં. તેમને તેમનાં પતિનો વ્યવસાય સ્વેચ્છાએ સ્વીકારી લીધો. બાળકોની દેખરેખ, તેમનું શિક્ષણ અને તે સાથે ચા ની લારી સાથે નાનકડી હોટલ સંભાળવાનું કામ તેમને સુપેરે નિભાવવાનું ચાલું કરી દીધું. આમ,આ વ્યવસાયથી તેમની અને બાળકોની આર્થિક જરૂરિયાત પૂરી થવા લાગી. કોઈપણ કામને નાનું માનવું નહીં તે ઉકતિ મુજબ આ વ્યવસાય અપનાવી પોતે પગભર બની સ્વમાનભેર જીવન નિર્વાહ કરવા લાગ્યા. હવે ટીનાબેન પાસે બે જ મુખ્ય જવાબદારી હતી, કુટુંબનું ભરણપોષણ અને બાળકોનો ઉછેર, જે તેમને મળેલી કુદરતી પ્રેરણા અને હિંમતથી નિભાવી અને છેવટે તે આ કામમાં સફળ રહ્યાં.

બાળકો આજે પણ માતાને આ નાનકડી હોટલ ચલાવવામાં મદદરૂપ : આર્થિક પાસું જળવાતું ગયું, સમય તેનું કામ કરતો રહ્યો અને તેમનાં બાળકો મોટાં થતાં ગયાં. હવે બાળકો પણ માતાનો સંઘર્ષ જોઈ અભ્યાસની સાથે માતાને તેનાં કામમાં મદદ કરવા લાગ્યાં. ટીનીબેનને એક જ લગન હતી કે, બાળકો મોટાં કરવા, ભણાવવા અને સ્વમાનભેર જીવન જીવવું. પ્રથમ નજરે ખૂબ જ કઠીન લાગતું આ કામ તેમની હિંમતે સરળ બનાવી દીધું હતું. દિવસો પસાર થતાં ગયાં અને બાળકો મોટાં થતાં ગયાં, છેવટે મોટાં થયેલાં બાળકો આજે ટીનીબેનને તેમનાં કામમાં મદદરૂપ થવા લાગ્યાં અને પરિવારની ખુશી આજે પણ જળવાઈ રહી છે.

આ પણ વાંચો Women's Day 2023 : રાજકોટની આ મહિલા, જે 210 મનોદિવ્યાંગ બાળકોની માતા તરીકે ઓળખાય છે

માતાએ મહેનત કરી દીકરીને સારાં ઘરે પરણાવી છે : ટીનીબેન પોતાનો સંઘર્ષ ચાલું રાખી પરિવારની માવજત કરતાં ગયાં. બાળકો મોટાં થતાં હવે મોટી થઈ રહેલી દિકરીને પરણાવવાની જવાબદારી પણ તેમને જ પૂરી કરવી પડે તેમ હતી. આ કામ પણ તેમને સાહસ અને હિંમત દાખવી પૂર્ણ કર્યુ. મોટી થયેલ દિકરીને ખૂબ જ ધૂમધામથી સારાં ઘરે પરણાવી પોતાની જવાબદારી પૂર્ણ કરી. હવે ટીનીબેનની ઈચ્છા પોતાનાં બે દિકરાઓને ભણાવી - ગણાવી, સારાં વ્યવસાયમાં ગોઠવી દેવાનાં અને તેમને પણ સુખરૂપે પરણાવવાની છે. આ કામ પણ તેઓ સફળતાથી પૂર્ણ કરશે તેવો વિશ્વાસ ટીનીબેને આજે વિશ્વ મહિલા દિવસે મકકમતાથી વ્યકત કર્યો હતો.

મહિલા દિવસે ડભોઈના મહિલાની સંઘર્ષમય કહાણી પ્રેરણાદાયી : આજે વિશ્વ મહિલા દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી ત્યારે વડોદરા જિલ્લાનાં ડભોઈ નગરમાં સ્વમાનભેર પગભર બની જીવન નિર્વાહ કરતાં ટીનાબેન પઢિયાર તમામ મહિલાઓ માટે પ્રેરણાદાયી જીવન જીવી રહયાં છે. નાની ઉંમરે જ વિધવા બનેલ અને સંઘર્ષ કરી ત્રણ બાળકોને મોટાં કરી પોતાની જવાબદારી પૂર્ણ કરી છે અને દિકરીને પણ સારાં ઘરે પરણાવી છે. તેમજ બાળકોના શિક્ષણની જવાબદારી પણ સુપેરે નિભાવી છે આમ ટીનીબેનનું સંઘર્ષમય જીવન ખરેખર બીજી મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.